दुनिया

ભારતની ચિંતા કર્યા વિના બે નદીઓ પર બેરેજ બનાવશે બાંગ્લાદેશ, ચીનની શરણે જવાની તૈયારી | bangladesh pm tarique rahman announces teesta padma barrage china funding



Farakka Barrage water dispute India Bangladesh: બાંગ્લાદેશના વડાપ્રધાન અને બીએનપીના ચેરમેન તારિક રહેમાને દેશની જળ સમસ્યાઓ ઉકેલવા માટે એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે, તેમની સરકાર દેશના બહુપ્રતીક્ષિત પદ્મા અને તીસ્તા બેરેજ પ્રોજેક્ટ્સ પર ટૂંક સમયમાં જ કામ શરૂ કરવા જઈ રહી છે. રહેમાન આગામી જૂન મહિનાના અંતમાં ચીનની મુલાકાતે જવાના છે અને તે પહેલાં લેવાયેલો આ નિર્ણય દર્શાવે છે કે, આ મેગા પ્રોજેક્ટ્સમાં ચીન મોટા પાયે આર્થિક રોકાણ કરી શકે છે.

ગાજીપુરથી કરી સત્તાવાર જાહેરાત

ઢાકા નજીક ગાજીપુરમાં એક કાર્યક્રમ દરમિયાન જનસભાને સંબોધતા પીએમ તારિક રહેમાને સ્પષ્ટ કર્યું કે, “આ બીએનપી સરકાર પદ્મા બેરેજ અને તીસ્તા બેરેજ બંનેનું કામ શરૂ કરશે. જો કોઈએ ખરેખર આ દિશામાં કામ કરીને જમીન તૈયાર કરી હોય, તો તે બીએનપી જ છે.” સરકારે પદ્મા નદી પર બેરેજ બનાવવાની મંજૂરી અગાઉ જ આપી દીધી હતી અને હવે તીસ્તા બેરેજને પણ લીલી ઝંડી મળી ગઈ છે.

ફરક્કા બેરેજ અંગે ભારત પર લગાવ્યા આરોપ

બાંગ્લાદેશના જળ સંકટનો ઉલ્લેખ કરતા પીએમ રહેમાને દાવો કર્યો કે, ભારતના ફરક્કા બેરેજના કારણે બાંગ્લાદેશના દક્ષિણ વિસ્તારમાં સમુદ્રનું ખારું પાણી ઘૂસી રહ્યું છે. તેના લીધે સુંદરબન સહિતના વિસ્તારોમાં પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ચોમાસાના વધારાના પાણીનો સંગ્રહ કરવા માટે આ બેરેજ બનાવવો અનિવાર્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1996માં થયેલી ગંગા જળ કરારની મુદત આ જ વર્ષે ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે અને તેને રિન્યુ કરવા માટે હાલ વાટાઘાટો ચાલી રહી છે. જ્યારે તીસ્તા નદીના પાણીની વહેંચણીનો કરાર પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરોધને કારણે લાંબા સમયથી અટકેલો છે.

આ પણ વાંચો : પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડનો પાકિસ્તાનમાં ખાતમો! અજ્ઞાત હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસીને ગોળી મારી

ભારતની સુરક્ષા પર શું અસર થશે?

બાંગ્લાદેશ દ્વારા આશરે 1 અબજ ડૉલરના આ મેગા પ્રોજેક્ટ માટે ચીન પાસે મદદ માંગવામાં આવતા નવી દિલ્હીમાં વ્યૂહાત્મક ચિંતાઓ વધી ગઈ છે. ભારત માટે આનાથી ગંભીર અસરો થઈ શકે છે. 

ચિકન નેક (સિલીગુડી કોરિડોર) માટે ખતરો

ભારતની સૌથી મોટી ચિંતા સુરક્ષાને લઈને છે. તીસ્તા નદીનો આ વિસ્તાર ભારતના વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ સિલીગુડી કોરિડોરની (જે પૂર્વોત્તર રાજ્યોને બાકીના ભારત સાથે જોડે છે) ખૂબ જ નજીક છે. નદી મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગના બહાને ચીનની સરકારી કંપનીઓ અને ચીની એન્જિનિયરોની આ વિસ્તારમાં હાજરી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.

રાજદ્વારી મોરચે ભારતને ઝટકો

ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાના શાસનકાળ દરમિયાન ભારતે આ પ્રોજેક્ટમાં ટેકનિકલ મદદની ઓફર કરીને ચીનને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તારિક રહેમાનની નવી સરકાર આવતા જ ઢાકાનું ચીન તરફનું ઝુકાવ સ્પષ્ટ થઈ ગયું છે.

ચીનના BRI નો વિસ્તાર

ચીન આ પ્રોજેક્ટને પોતાના વ્યૂહાત્મક BRI પ્રોજેક્ટ હેઠળ આગળ વધારવા માંગે છે. જો ચીન આ પ્રોજેક્ટ ફંડ કરશે, તો બાંગ્લાદેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બેઇજિંગની પકડ વધુ મજબૂત બનશે, જે ભારતની નેબરહુડ ફર્સ્ટની નીતિ માટે મોટો પડકાર છે.



Source link

Related Articles

Back to top button