दुनिया

શું ચીન પણ નથી ઈચ્છતું કે ઈરાન પાસે એ-બોમ્બ હોય ? ચીનથી પાછા ફરતાં ટ્રમ્પે કરેલો ચોંકાવનારો દાવો | Doesn’t China also want Iran to have an A bomb Trump’s shocking claim after returning from China



– ટ્રમ્પનાં વિધાનો અંગે ચીને જાળવેલું અકળ મૌન

– અમેરિકા પાછા ફરતાં એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું : અત્યારે તો હોર્મુઝ સ્ટ્રેઈટસ ઉપર અમેરિકાનો સંપૂર્ણ કબ્જો છે

એર-ફોર્સ-વન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ત્રણ દિવસની ચીનની યાત્રાએથી પાછા ફરતાં જબરજસ્ત દાવો કર્યો છે કે, તેમની અને ચીનના પ્રમુખ શી-જિનપિંગ વચ્ચે પૂરી સંમતિ સધાઈ છે કે, કોઈપણ ભોગે ઈરાનને એટમ-બોમ્બ બનાવવા દેવો જ ન જોઈએ. તેમજ અમે બંને તે અંગે પણ સહમત થયા છીએ કે, હોર્મુઝ સ્ટ્રેઇટસ તુર્ત જ ખુલ્લી કરી દેવી જોઈએ.

ચીનથી પરત ફરતાં ઉડતા કિલ્લા જેવા અસામાન્ય વિમાન ‘એર-ફોર્સ-વન’માં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે બંધબારણે શી-જિનપિંગ સાથે થયેલી વાતચીતના મહત્વના મુદ્દાઓ કહ્યા હતા. જેમાં જણાવ્યું કે ઈરાન પરમાણુ શસ્ત્ર બનાવે તેની વિરૂદ્ધ ચીન છે જ. જોકે ચીન તરફથી ટ્રમ્પનાં આ વિધાનો અંગે કોઈ પ્રતિભાવ હજી સુધી આપવામાં આવ્યો નથી.

ટ્રમ્પે આગળ કહ્યું કે અત્યારે તો, હોર્મુઝ-સ્ટ્રેઇટસ ઉપર અમેરિકાનું પૂરૃં નિયંત્રણ છે. અમેરિકી નૌકાદળે કરેલી સખત નાકાબંધીને લીધે ઈરાનને રોજે-રોજ ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે. છેલ્લાં અઢી સપ્તાહમાં તેને રોજનું ૫૦૦ બિલિયન ડોલરનું નુકસાન વેઠવું પડે છે.

શી-જિનપિંગની પ્રશંસા કરતાં તેમણે કહ્યું, ‘મારા મનમાં તેમને માટે ઘણું જ માન છે. ઈરાન અંગે તેઓ દ્રઢતાપૂર્વક માને છે કે ઈરાન પાસે એટમ બોમ્બ હોવા જ ન જોઈએ. સાથે તેઓ માને છે કે હોર્મુઝ જલ-માર્ગ ખુલ્લો જ રાખવો જોઈએ.’ જિન-પિંગે તેમ પણ કહ્યું હતું કે ‘જો તેઓ રસ્તો બંધ કરે તો તમે (યુ.એસ.) તેમનો રસ્તો પણ બંધ કરી શકો.’ જોકે ખાડી ઉપર અત્યારે તો અમારૃં નિયંત્રણ છે, છેલ્લાં અઢી સપ્તાહોથી ઈરાન કોઈ બિઝનેસ કરી શક્યું નથી.



Source link

Related Articles

Back to top button