દરિયાની વચ્ચે ક્રૂઝમાં ઘાતક વાઇરસનો વિસ્ફોટ, નેધરલેન્ડ્સ પહોંચતા જ આખું જહાજ કરાશે ક્વોરેન્ટાઈન! | Dutch Government Orders 6 Week Quarantine For Hantavirus Hit MV Hondius Cruise Ship Crew

![]()
Hantavirus : હેન્ટા વાઇરસ વિશ્વભરને ચિંતામાં મુકી દીધું હોય તેમ વધુ એક શિપ પર આફત ઉભી કરી દીધી છે. નવા રિપોર્ટ મુજબ આ વાયરસની ઝપેટમાં આવેલા ક્રૂઝ શિપ ‘એમવી હોન્ડિયસ’ને લઈને નેધરલેન્ડ્સ સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. આગામી સોમવારે નેધરલેન્ડ્સના રોટરડેમ બંદરે પહોંચી રહેલા આ જહાજના મોટાભાગના ક્રૂ મેમ્બર્સને આગામી 6 અઠવાડિયા માટે ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવશે.
વાયરસ ફેલાતો અટકાવવા આકરા પગલાં
નેધરલેન્ડ્સના આરોગ્ય મંત્રી સોફી હર્મન્સ અને વિદેશ મંત્રી ટોમ બેરેન્ડસને સંસદને જાણ કરી છે કે, શિપમાં ચેપી વાયરસ ફેલાતો અટકાવવા માટે તમામ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ આ આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે, જ્યારે અન્ય દેશોના નાગરિકોને સરકારી સુવિધામાં રાખવામાં આવશે.
આ પણ વાંચો : માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા
પાંચ દેશોના નાગરિકો હંટાવાયરસની ઝપેટમાં
ઓપરેટર કંપની ‘ઓશનવાઈડ એક્સપિડિશન્સ’ના રિપોર્ટ અનુસાર, આ જહાજ પર હાલ 25 ક્રૂ મેમ્બર્સ અને બે તબીબી કર્મચારીઓ સહિત કુલ 27 લોકો સવાર છે. જેમાં ફિલિપાઈન્સના 17, નેધરલેન્ડ્સના ચાર, યુક્રેનના ચાર, રશિયાનો એક અને પોલેન્ડના એક નાગરિકનો સમાવેશ થાય છે.
ફિલિપાઈન્સના 17 ક્રૂ સભ્યો નેધરલેન્ડ્સમાં જ ક્વોરેન્ટાઈન રહેશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ગાઈડલાઈનને ટાંકીને નેધરલેન્ડ્સ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક હેલ્થ એન્ડ ધ એન્વાયર્નમેન્ટ (RIVM)એ સલાહ આપી છે કે, ફિલિપાઈન્સના 17 ક્રૂ મેમ્બર્સે નેધરલેન્ડ્સમાં જ ક્વોરેન્ટાઈન રહેવું પડશે. ફિલિપાઈન્સમાં સુવિધા ન હોવાના કારણે અને શ્રેષ્ઠ તબીબી સારવારના અભાવને કારણે આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : આફ્રિકાના જંગલોમાં અમેરિકન સેનાનું સ્પેશિયલ ઓપરેશન! ISનો ગ્લોબલ કમાન્ડર ઠાર



