दुनिया

ડ્રેગનની જાસૂસીનો ખૌફ! ટ્રમ્પ સહિતના ડેલિગેશને ચીનમાંથી મળેલી તમામ ભેટ કચરાપેટીમાં ફેંકી દીધી | Trump’s Team Dumps Chinese Gifts in Trash at Beijing Airport Over Spy Fears



Trump’s Team Dumps Chinese Gifts: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ ચીનનો બે દિવસનો હાઇ-પ્રોફાઇલ પ્રવાસ પૂરો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બેજિંગ ઍરપૉર્ટ પર એક અભૂતપૂર્વ ઘટના ઘટી છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર અહેવાલો અને ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, અમેરિકન પ્રતિનિધિમંડળે એરફોર્સ વન (પ્રમુખના સત્તાવાર વિમાન)માં બેસતા પહેલાં ચીન તરફથી સત્તાવાર રીતે મળેલી તમામ ગિફ્ટ્સ, ઓળખપત્રો અને સ્મૃતિચિહ્નોને ઍરપૉર્ટ પર સીડીઓ પાસે રાખેલી કચરાપેટીમાં ફેંકી દીધા હતા.

જાસૂસી અને ડેટા લીકનો ભારે ડર

અહેવાલો અનુસાર, અમેરિકન સુરક્ષા એજન્સીઓને ચીન તરફથી મળતી ભેટો અને ઈલેક્ટ્રોનિક્સ સાધનો દ્વારા જાસૂસી અથવા ડેટા ટ્રેકિંગ થવાનો ભારે ડર હતો. આ પ્રવાસ માટે અમેરિકન અધિકારીઓ પોતાના અંગત મોબાઇલ કે લેપટોપ ઘેર જ મૂકીને આવ્યા હતા અને ચીનમાં માત્ર અસ્થાયી ‘ક્લીન બર્નર ફોન’ વાપરતા હતા. વ્હાઇટ હાઉસના આદેશ મુજબ, ચીનમાં બનેલી અથવા ત્યાંથી મળેલી કોઈ પણ વસ્તુને રાષ્ટ્રપતિના વિમાનમાં લઈ જવાની મનાઈ હોવાથી, કરોડો રૂપિયાના મોબાઇલ ફોન, બેજ, લેપલ પિન અને અન્ય ભેટો કચરાના ડબ્બા ભેગી કરી દેવાઈ હતી.

આ પણ વાંચો: ટ્રમ્પે તાઈવાનની બલિ ચઢાવી? ચીનથી પાછા ફરતા જ સુર બદલાયા, હવે ઈસ્ટ એશિયામાં યુદ્ધના સંકેત

પડદા પાછળ ભારે તણાવ અને તીખી ચર્ચા

જો કે આ ઘટનાને ચીનના સરેઆમ અપમાન તરીકે જોવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, આ પ્રવાસ દરમિયાન કૂટનીતિક સંબંધો સુધારવાના દાવા વચ્ચે પડદા પાછળ ભારે તણાવ હતો. બેજિંગના ઐતિહાસિક ‘ટેમ્પલ ઑફ હેવન’ની મુલાકાત વખતે ચીની સુરક્ષાકર્મીઓએ અમેરિકન સીક્રેટ સર્વિસના એજન્ટને અટકાવ્યો હતો, કારણ કે પ્રોટોકોલ મુજબ એજન્ટ પાસે સત્તાવાર હથિયાર (બંદૂક) હતું. આ મુદ્દે ચીની અને અમેરિકી અધિકારીઓ વચ્ચે લગભગ 90 મિનિટ સુધી તીખી ચર્ચા અને વિવાદ થયો હતો, જેના કારણે મીડિયા કવરેજ પણ મોડું શરૂ થઈ શક્યું હતું. આ ઘટના સાબિત કરે છે કે ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત ભલે ગમે તેટલી ભવ્ય રહી હોય, પણ બંને દેશો વચ્ચે અવિશ્વાસની ખાઈ આજે પણ એટલી જ ઊંડી છે.



Source link

Related Articles

Back to top button