मनोरंजन
યામીની નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે | Jacqueline will have a cameo in Yami’s Nai Naveli film

![]()
– જેક્લિને તાજેતરમાં કેમિયો માટે શૂટિંગ કર્યું
– ભૂત પોલીસ પછી યામી અને જેક્લિન બીજીવાર કોઈ ફિલ્મમાં સાથે દેખાશે
મુંબઇ: યામી ગૌતમની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘નઈ નવેલી’માં જેક્લિન ફર્નાન્ડિઝ પણ કેમિયો કરી રહી છે. જેક્લિને તાજેતરમાં જ આ કેમિયો માટે પોતાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. યામી અને જેક્લિનનું આ બીજું કોલબરેશન છે. અગાઉ તેમણે ૨૦૨૧ની ફિલ્મ ‘ભૂતપોલીસ’માં સ્ક્રીન શેર કરી હતી. ‘નઈ નવેલી’ ફિલ્મ આનંદ એલ રાય બનાવી રહ્યા છે. જોકે, તેનું દિગ્દર્શન બાલાજી મોહન કરી રહ્યા છે. આ ફિલ્મ એક હોરર કોમેડી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે જેક્લિન હાલ સુકેશ ચન્દ્રશેખર કેસને કારણે મુશ્કેલીમાં છે. તેણે આ ઠગાઈ કેસમાં પોતે સાક્ષી બનવા માગે છે તેવી અરજી કરી છે.
જોકે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેક્લિનને સાક્ષી બનવા દેવાનો વિરોધ કર્યો છે.



