दुनिया

‘આપણે હરીફ નહીં પણ ભાગીદાર બનવું જોઈએ…’ શી જિનપિંગે ટ્રમ્પને ભણાવ્યો વૈશ્વિક નેતૃત્વનો પાઠ | Trump Historic China Visit Trade Tech and the Shift in US China Global Relations




Donald Trump China Visit: વિશ્વની બે સૌથી મોટી મહાસત્તાઓ વચ્ચેના સંબંધોમાં એક નિર્ણાયક વળાંક આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બે દિવસીય ઐતિહાસિક પ્રવાસે ચીન પહોંચ્યા છે, જ્યાં બેઇજિંગના પ્રતિષ્ઠિત ‘ગ્રેટ હોલ ઓફ ધ પીપલ’ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે લાલ જાજમ બિછાવીને ટ્રમ્પનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું, જે બંને દેશો વચ્ચે બદલાતા સમીકરણોનો સંકેત આપે છે. બંને નેતાઓ વચ્ચે અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. 

શી જિનપિંગે ટ્રમ્પને ભણાવ્યો વૈશ્વિક નેતૃત્વનો પાઠ 

બેઈજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને નેતાઓએ પરસ્પરના દેશોને પ્રતિસ્પર્ધીના બદલે ભાગીદાર તરીકે ઓળખાવ્યા હતા. શી જિનપિંગે જણાવ્યું હતું કે બંને દેશોના સહિયારા હિતો તેમના મતભેદો કરતા ઘણા મોટા છે અને વિશ્વની સ્થિરતા માટે આ બંને મહાસત્તાઓનું સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. આ બેઠક દરમિયાન ટ્રમ્પે પણ જિનપિંગના નેતૃત્વની પ્રશંસા કરતા આ મૈત્રીપૂર્ણ સંબંધોને વિશ્વ અને માનવતાના ભવિષ્ય માટે મહત્વના ગણાવ્યા હતા. જોકે, સાર્વજનિક રીતે નરમાશ જોવા મળી હોવા છતાં, બંધ બારણે વ્યાપાર, ઈરાન અને ચિપ ટેકનોલોજી જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

મહત્ત્વની વાત એ છે કે, આ મુલાકાત અગાઉ માર્ચ મહિનામાં યોજાવાની હતી, પરંતુ ઈરાન યુદ્ધની સ્થિતિને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. વેપાર, ટેક્નોલોજી અને વૈશ્વિક સુરક્ષા જેવા જટિલ મુદ્દાઓ પર અટકેલી મડાગાંઠ ઉકેલવા અને દ્વિપક્ષીય સંબંધોમાં નવી ઊર્જા ફૂંકવા માટે આ મુલાકાત અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

થ્યુસીડાઇડ્સ ટ્રેપ અને સંબંધોનું નવું મોડેલ

શી જિનપિંગે વિશ્વની વર્તમાન સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે દુનિયા આજે એક એવા સ્થાને પહોંચી છે જ્યાંથી ભવિષ્યની દિશા નક્કી થશે. તેમણે ‘થ્યુસીડાઇડ્સ ટ્રેપ’ (Thucydides Trap) નામના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને સમજાવ્યું હતું કે, ઇતિહાસમાં જ્યારે પણ કોઈ નવી શક્તિશાળી દેશ (જેમ કે ચીન) સ્થાપિત શક્તિ (જેમ કે અમેરિકા) ને ટક્કર આપે છે, ત્યારે બંને વચ્ચે યુદ્ધ થવાની શક્યતા વધી જાય છે.

પરંતુ જિનપિંગે આશા વ્યક્ત કરી હતી કે, શું આ બંને દેશો જૂના ઝઘડાઓ ભૂલીને મિત્રતાનું નવું ઉદાહરણ પૂરું પાડી શકે? તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે ચીન અને અમેરિકા વચ્ચે જે બાબતોમાં સહમતિ છે અને જે પરસ્પર ફાયદા છે,

અમેરિકન બિઝનેસ દિગ્ગજોનો સાથ અને ‘રેસિપ્રોકલ ટ્રેડ’

ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે એકલા નથી, પરંતુ તેમની સાથે અમેરિકાની ટોચની કંપનીઓના સીઈઓ (CEOs)નું એક શક્તિશાળી પ્રતિનિધિમંડળ પણ ચીન આવ્યું છે. આ જૂથમાં ટેસ્લાના ઇલોન મસ્ક, એનવીડિયાના જેન્સેન હુઆંગ અને એપલના ટિમ કુક જેવા દિગ્ગજો સામેલ છે. 

ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ચિપની ખેંચતાણ

આ બેઠકમાં વ્યાપારની સાથે ટેક્નોલોજી રણનીતિ પર પણ મોટી ચર્ચા થવાની આશા છે. ચીન પોતાના એઆઈ (AI) વિકાસ માટે અત્યાધુનિક સેમીકન્ડક્ટર ચિપ મેળવવા માટે સોદાબાજી કરી રહ્યું છે, જ્યારે અમેરિકાની નજર મોબાઈલ અને જેટ વિમાનોના નિર્માણમાં વપરાતા રેર મિનરલ્સ (દુર્ભલ ખનિજો) પર છે. ટ્રમ્પે જિનપિંગને ચીની બજારો અમેરિકન કંપનીઓ માટે વધુ ‘ખુલ્લા’ કરવા માટે પણ વિનંતી કરી છે.

આ પણ વાંચો: UAEની એક હરકત પર અકળાયું ઈરાન, ભારતના વખાણ કરવાની સાથે ચેતવણી ઉચ્ચારી

વૈશ્વિક મુદ્દાઓ અને નવી વેપાર યોજનાઓ

મુલાકાત દરમિયાન ઈરાન યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા વૈશ્વિક તણાવ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ચીન તેહરાન પર દબાણ લાવવામાં મદદ કરે. આ ઉપરાંત, ચીન અમેરિકા પાસેથી વધુ ખાદ્ય સામગ્રી અને વિમાનો ખરીદે તેવા નવા કરારો થવાની પણ સંભાવના છે. બંને દેશોએ વેપાર સંબંધિત મતભેદોને ઉકેલવા માટે એક અલગ ‘ટ્રેડ બોર્ડ’ સ્થાપવાની પણ યોજના બનાવી છે. ટ્રમ્પે જિનપિંગને પોતાના ‘મિત્ર’ અને ‘મહાન નેતા’ ગણાવતા કહ્યું હતું કે ભલે અમેરિકામાં કેટલાક લોકો તેમની આ વાતની ટીકા કરે, પરંતુ તેમને તેની પરવા નથી. આ મુલાકાતથી ચીન અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો એક નવા સ્તરે પહોંચે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.



Source link

Related Articles

Back to top button