मनोरंजन

નો એન્ટ્રી ટુમાં દિલજીતે છોડેલી ભૂમિકા માટે શાહિદને ઓફર | Shahid offered role in No Entry 2 that Diljit left out



– ફિલ્મ હજુ કાસ્ટિંગ મુદ્દે જ અટવાયા કરે છે

– અન્ય બે હીરો તરીકે વરુણ અને અર્જુન કપૂર નક્કી, શૂટિંગ શરુ થવાનું હજુ અનિશ્ચિત

મુંબઇ: બોની કપૂર દ્વારા બનાવવામાં આવી રહેલી ‘નો એન્ટ્રી ટુ’ ફિલ્મમાં દિલજીત દોસાંજે છોડેલી ભૂમિકા માટે હવે  શાહિદ કપૂરને ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે. 

દિલજીતે અગાઉ  તેને શરુઆતમા ંસંભળાવાયેલી વાર્તામાં બાદમાં અનેક ફેરફારો કરાયા હોવાના મુદ્દે ફિલ્મ છોડી દીધી  હતી. વચ્ચે થોડા સમય માટે એવી પણ અટકળો હતી કે વરુણ ધવને પણ આ ફિલ્મ છોડી દીધી છે.   મૂળ ફિલ્મ ‘નો એન્ટ્રી’માં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનની ત્રિપુટી હતી. તે પછી બોની કપૂરે અનીસ બાઝમીને ડિરેક્ટર તરીકે લઈ નવા કલાકારો સાથે ‘નો એન્ટ્રી ટુ’નો પ્રોજેક્ટ શરુ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ અનીસ બાઝમી શાહિદ કપૂરને લઈ ‘રામ ઔર શ્યામ’ ફિલ્મ બનાવવાનો હતો પરંતુ કોઈ કારણોસર એ પ્રોજેક્ટ શક્ય બન્યો ન હતો. 



Source link

Related Articles

Back to top button