दुनिया

‘હવે તમે વધુ હસી નહીં શકો’ ટ્રમ્પની ઈરાનને નવી ધમકી | ‘You can’t laugh anymore’ Trump’s new threat to Iran



– ટ્રમ્પે ઈરાનને સૈનિક દ્રષ્ટિએ પરાજિત દેશ કહ્યો અને જણાવ્યું કે, ‘રક્ષણાત્મક તથા આક્રમક બંને દ્રષ્ટિએ ઈરાન ખતમ થઈ ગયું છે’

વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે દાયકાઓ સુધી અમેરિકાની ઠેકડી ઉડાડવાનો ઈરાન ઉપર આક્ષેપ કર્યો છે. સાથે કહ્યું કે, હવે ટુંક સમયમાં જ તે તેમ નહીં કરી શકે. જો કે, તેઓએ ઈરાનના શાંતિ પ્રસ્તાવ અંગે ફરી ટીપ્પણી કરી ન હતી. સાથે તેટલું તો ચોક્કસ કહ્યું કે, ઈરાન સંયુક્ત-રાજ્ય અમેરિકા અને બાકીની  દુનિયા સાથે, મજાક કરી રહ્યું છે. ૪૭ વર્ષ સુધી તે મજાક કરી રહ્યું છે. અને દુનિયા સામે ખેલ ખેલી રહ્યું છે, પરંતુ હવે તેઓ તેમ કરી શકશે નહીં.

તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા ઈરાનના સમૃધ્ધ યુરેનિયમ ભંડારો ઉપર નજર રાખી રહ્યું છે. અમેરિકા તે સ્થળોએ પહોંચવા કોઇ પણ પ્રયાસ કરશે. તેમાં સૈન્ય કાર્યવાહી પણ સામેલ હશે.

રવિવારે સ્વતંત્ર પત્રકાર શેરિલ એટકિન્સન સાથેની મુલાકાતમાં પ્રમુખે કહ્યું કે, યુરેનિયમ ભંડારો અંગે સમજૂતી ન સધાય તો તે ઉડાડી દેવાની પણ અમેરિકા પાસે ક્ષમતા છે.

અમેરિકાની ગુપ્તચર માહિતી ઘણી વિશાળ છે, તેમ કહેતાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, (અમેરિકાનું) સ્વતંત્ર ફોર્સ તેવું કરનાર વ્યકિત વિષે પૂરી માહિતી આપી શકે તેમ છે, તે તેનું નામ, એડ્રેસ અને બેજ નંબર પણ જણાવી શકે તેમ છે.

આ સાથે તેમણે ઈરાનને સેવાકીય દ્રષ્ટિએ પરાજિત થયેલો દેશ પણ કહ્યો હતો અને જણાવ્યું કે રક્ષણાત્મક તથા આક્રમક તેમ બંને દ્રષ્ટિએ ઈરાન ખતમ થઈ ગયું છે.



Source link

Related Articles

Back to top button