दुनिया

ગભરાવાની જરૂર નથી, સ્થિતિ કાબૂમાં છે…’, હેન્ટાવાઇરસ અંગે WHO પ્રમુખનું મોટું નિવેદન | hantavirus outbreak luxury cruise mv hondius spain tenerife who alert




Hantavirus Cruise Ship Spain: હેન્ટાવાઇરસ થી પ્રભાવિત લક્ઝરી ક્રૂઝ શિપ એમવી હોન્ડિયસ (MV Hondius) ગ્રાનાડિલા બંદર પર પહોંચતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા ડો. ટેડ્રોસ ઘેબ્રેયેસસે સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશોને આશ્વાસન આપ્યું છે કે, ગભરાવાની જરૂર નથી, સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

શું છે આખી ઘટના?

રવિવારની વહેલી સવારે એમવી હોન્ડિયસ શિપ બંદર પર લાંગરવામાં આવ્યું હતું. આ શિપમાં હેન્ટાવાઇરસ નો ચેપ ફેલાયો હોવાની આશંકા બાદ યુરોપની પબ્લિક હેલ્થ એજન્સીએ તમામ મુસાફરોને હાઈ-રિસ્ક કોન્ટેક્ટ જાહેર કર્યા છે. જોકે, રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કોઈ પણ મુસાફરમાં સંક્રમણના લક્ષણો જોવા મળ્યા નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

નિકાસીની સુરક્ષિત યોજના

મુસાફરોને જમીન પર ઉતારવા માટે ખાસ સુરક્ષિત પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે. નાની નૌકાઓ દ્વારા મુસાફરોને કિનારે લાવવામાં આવશે. ત્યાંથી સીલબંધ બસો દ્વારા માત્ર 10 મિનિટના અંતરે આવેલા ટેનેરિફ મુખ્ય એરપોર્ટ પર લઈ જવામાં આવશે. એરપોર્ટ પરથી તમામ મુસાફરો પોતપોતાના દેશ જવા રવાના થશે, જ્યાં પણ તેમની સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવામાં આવશે.

આ પણ વાંચો : વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય

હેન્ટાવાઇરસ કેટલો ખતરનાક?

હેન્ટાવાઇરસ એ પ્રાણીજન્ય રોગ છે, જે મુખ્યત્વે ઉંદરના મળ, મૂત્ર અથવા લાળના સંપર્કથી માણસોમાં ફેલાય છે. તીવ્ર તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ વાયરસ સીધો ફેફસાં પર હુમલો કરે છે અને ગંભીર કિસ્સામાં જીવલેણ સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે આ વાયરસ માણસથી માણસમાં ફેલાતો નથી, પરંતુ ક્રૂઝ પર ઉંદરના કારણે આ વાયરસ પહોંચ્યો હોવાની તપાસ ચાલી રહી છે.

સ્થાનિકોમાં ચિંતા અને WHO નું આશ્વાસન

ટેનેરિફ ટાપુ પ્રવાસન પર નિર્ભર છે, તેથી સ્થાનિક લોકોમાં આ વાયરસને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. WHO ચીફે જણાવ્યું છે કે, બંદર વિસ્તારને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિક લોકો સાથે મુસાફરોનો કોઈ પણ સીધો સંપર્ક થવા દેવામાં આવશે નહીં. શિપ ખાલી થયા બાદ તેને સંપૂર્ણપણે ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button