दुनिया

ક્રૂઝ પર નોરો વાઇરસનો હુમલો : 115 પ્રવાસી બીમાર | Norovirus attacks cruise ship: 115 passengers sick



– જાહેર સ્થળો પર ઝડપથી ફેલાતા એક સાથે બે વાઈરસે વિશ્વમાં ભય ફેલાવ્યો

– કેરેબિયન પ્રિન્સેસ ક્રૂઝમાં 3000 પ્રવાસીઓ જીવ તાળવે : નવા વાઇરસથી તરત જ ઝાડા ઉલટી શરૂ થઈ જાય છે

– હન્ટા વાઇરસનો ચેપ યુરોપ અને દક્ષિણ એટલાન્ટિક સુધી પહોંચતા આરોગ્ય એજન્સીઓ સતર્ક બની

નવી દિલ્હી : વિશ્વમાં એકબાજુએ હન્ટા વાઇરસે હડકંપ મચાવ્યો છે ત્યાં હવે નોરો વાઇરસનો ધડાકો થયો છે. નોરો વાઇરસના લીધે કેરેબિયન પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર મોટાપાયા પર નોરો વાઇરસનો ચેપ ફેલાયો છે. તેમા કુલ ૩,૧૧૬ પ્રવાસીઓ સવાર હતા. તેમા ૧૦૨ પ્રવાસીઓ અને ક્રૂના ૧૩ સભ્યોને આ બીમારી થઈ છે. અત્યાર સુધીમાં કુલ ૧૧૫ લોકો આ રોગની ઝપેટમાં આવ્યા છે.

આ યાત્રા ૨૮ એપ્રિલથી ૧૧ મે સુધીની હતી. જો ફોર્ટ લોડરડેલથી શરૂ થઈ પોર્ટ કેનેવરલ પર ખતમ થવાની હતી. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી)ના જણાવ્યા મુજબ બીમારીના મુખ્ય લક્ષણમાં ઉલટી અને ઝાડા હતા. પ્રિન્સેઝ ક્રૂઝ કંપનીએ તેને પેટ સાથે સંલગ્ન બીમારી ગણાવી છે.

બીજી બાજુએ ડચ ક્રુઝ શિપ એમવી હોંડિયસથી શરૂ થયેલો હન્તા વાઇરસનો ચેપ હવે યુરોપ અને દક્ષિણ એટલાન્ટિકના દૂરના વિસ્તારો સુધી પહોંચી ગયો છે. સ્પેન અને બ્રિટનના આધીન ટ્રિસ્ટન દા કુન્હા દીપ પર બે શંકાસ્પદ મામલા મળ્યા પછી આરોગ્ય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. જો કે હુએ જણાવ્યું છે કે સામાન્ય લોકોને ખાસ ખતરો નથી. આ વાઇરસ કોવિડ-૧૯ની જેમ ઝડપથી ફેલાતો નથી. અત્યાર સુધી જહાજ સાથે જોડાયેલા આઠ જણા બીમાર પડયા છે. ચાર ચેપગ્રસ્ત દર્દી દક્ષિણ આફ્રિકા, હોલેન્ડ અને  સ્વિટ્ઝરલેન્ડની હોસ્પિટલોમાં દાખલ થયેલા છે.

નોરો વાઇરસ એક ચેપી વાઇરસ છે. તે પેટ અને આંતરડામાં ચેપ ફેલાવે છે. તેનાથી ઉલ્ટી થાય છે અને ઝાડા થાય છે. તેની સાથે પેટમાં દર્દ, અસ્વસ્થતા, હળવો તાવ, માથાનો દુ:ખાવો અને શરીરમાં નબળાઈ આવે છે. મોટાભાગના કેસમાં એકથી ત્રણ દિવસ લક્ષણ રહે છે. તેના પછી મોટાભાગે લોકો ખાસ તકલીફ વગર સાજા થઈ જાય છે. જો કે નાના બાળકો, વૃદ્ધ અને નબળા આરોગ્યવાળા લોકોમાં ડિહાઇડ્રેશન અનુભવાય છે.  આ વાઇરસ બંધ જગ્યાઓ અને લોકોના સંપર્કવાળી જગ્યાઓ પર ઝડપથી ફેલાય છે. ક્રૂઝ શિપ જેવી જગ્યાઓ ખાસ કરીને જોખમી હોય છે. તેનું કારણ એ છે કે અહીં હજારો પ્રવાસી અને કર્મચારી લાંબા સમય સુધી જોડે રહે છે, એક સાથે ભોજન કરે છે અને સામાન્ય સગવડાનો ઉપયોગ કરે છે.

ચેપગ્રસ્ત વ્યક્તિના હાથ, ખાવાપીવાની ચીજો, પાણી અથવા સ્પર્શ કરેલા સ્થળો દ્વારા આ વાઇરસ બીજા સ્થળોએ પહોંચી જાય છે. ક્રૂઝ શિપમાં પેટમાં થતી બીમારીનું સૌથી સામાન્ય કારણ નોરો વાઇરસ જ છે. 

ક્રૂઝ પર નોરો વાઇરસના કારણે બધા એકસાથે બીમાર પડયા ન હતા, પરંતુ એક પછી એક બીમાર પડયા હતા. તેના કેસ પ્રવાસ દરમિયાન ઉત્તરોતર વધતા રહ્યા હતા.જ્યારે બીમાર લોકોની સંખ્યા કુલ પ્રવાસીઓના ત્રણ ટકા થઈ ગઈ ત્યારે સીડીસીએ જાહેર સૂચના આપવી પડી.આરોગ્ય અધિકારી હવે આખા જહાજનું નિરીક્ષણ કરી રહ્યા છે. વેસલ સેનિટેશન પ્રોગ્રામ હેઠળ તપાસ ચાલી રહી છે. 

કંપનીએ તરત જ કાર્યવાહી કરતાં આખા જહાજ પર ચુસ્ત રીતે સફાઈ કરી છે અને ડિસઇન્ફેકશન વધારી દીધું છે. બીમાર યાત્રીઓ અને ક્રૂના સભ્યોને જુદાં-જુદાં રાખવામાં આવ્યા છે. તેમના સ્ટૂલ સેમ્પલની ચકાસણી કરવામાં આવી રહી છે. સીડીસી સાથે મળીને જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. 



Source link

Related Articles

Back to top button