दुनिया

યુદ્ધ વચ્ચે પુતિનનો પાવર શો! ‘વિજય હંમેશા રશિયાનો જ થશે’, રેડ સ્ક્વેર પરથી દુનિયાને આપી ચેતવણી | russia victory day parade putin says victory will always be ours




Russia Victory Day: મોસ્કોના રેડ સ્ક્વેર પર આ વર્ષે વિજય દિવસની પરેડમાં અગાઉ જેવો ઠાઠ જોવા મળ્યો ન હતો. યુક્રેનના હુમલાના ડર અને સુરક્ષાના સખત બંદોબસ્ત વચ્ચે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે રશિયાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં સૈનિકોનો ઉત્સાહ વધાર્યો હતો.

પુતિનનો હુંકાર જીત હંમેશા રશિયાની જ થઈ છે

પરેડમાં હાજર મેદનીને સંબોધતા પુતિને બીજા વિશ્વયુદ્ધના બલિદાનોને યાદ કર્યા હતા. તેમણે યુક્રેનમાં ચાલી રહેલા સ્પેશિયલ મિલિટરી ઓપરેશનના સૈનિકોની સરખામણી તે સમયના વિજેતાઓ સાથે કરી હતી. પુતિને કહ્યું કે, રશિયન હીરો આખા નાટો (NATO) બ્લોક સામે લડી રહ્યા છે અને વિજય હંમેશા રશિયાનો જ રહેશે.

પરેડમાં દેખાઈ રશિયાની નબળાઈ?

ભલે પુતિને જીતનો હુંકાર કર્યો હોય, પરંતુ આ વર્ષની પરેડમાં રશિયાની નબળાઈ પણ સ્પષ્ટ દેખાઈ હતી. યુક્રેનના ડ્રોન હુમલાના ડરથી આખા મોસ્કોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. 2017થી પરેડની શાન ગણાતા લશ્કરી હાર્ડવેર, મિસાઇલો અને સશસ્ત્ર વાહનો આ વખતે ગાયબ હતા. તેને બદલે રશિયાની ડ્રોન ક્ષમતા અને પરમાણુ શસ્ત્રોનો વીડિયો બતાવવામાં આવ્યો હતો. પરેડનો સમય ઘટાડીને માત્ર 45 મિનિટનો રાખવામાં આવ્યો હતો, જે અગાઉના વર્ષો કરતાં અડધો છે.

આ પણ વાંચો : વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તાં ન ખોલતાં તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ

ઉત્તર કોરિયાના સૈનિકોએ કર્યું માર્ચિંગ

આ પરેડમાં બેલારુસ, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોના નેતાઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને, ઉત્તર કોરિયાના સૈનિકોની ટુકડીએ પણ રેડ સ્ક્વેર પર માર્ચ કર્યું હતું, જે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેના વધતા સંબંધોનો પુરાવો આપે છે.

ટ્રમ્પની મધ્યસ્થી અને સીઝફાયર

પરેડના આગલા દિવસે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, રશિયા અને યુક્રેન ત્રણ દિવસના યુદ્ધવિરામ અને કેદીઓની અદલાબદલી માટે સંમત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ પણ ટ્રમ્પની વિનંતીને માન આપીને રશિયાને આ કાર્યક્રમ યોજવાની પરવાનગી આપી હતી, જે યુદ્ધવિરામ 11 મે સુધી ચાલશે.

રશિયામાં વધતો જનરોષ

લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે હવે રશિયામાં પણ લોકોનો થાક અને રોષ જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને વધતી જતી મોંઘવારીને કારણે પુતિનના અપ્રુવલ રેટિંગમાં ઘટાડો થયો છે અને રશિયન અર્થતંત્ર પણ દબાણ હેઠળ છે.



Source link

Related Articles

Back to top button