दुनिया

યુદ્ધવિરામ-શાંતિમંત્રણા વચ્ચે અમેરિકા અને ઇરાનના એકબીજા પર હુમલા | America and Iran attack each other amid ceasefire and peace talks



– ટ્રમ્પનો દાવો: ઇરાનના હુમલા છતાં મંત્રણા જારી રાખીશું

– ઇરાને હોર્મુઝમાંથી પસાર થતાં અમેરિકાના યુદ્ધજહાજો પર હુમલો કરતાં બંને વચ્ચે મોટાપાયા પર ગોળીબાર

– યુએઈ પર ઇરાનનો મોટાપાયા પર ડ્રોન અને મિસાઇલો વડે હુમલો : ત્રણને ઇજા થઈ

તહેરાન : અમેરિકા-ઇરાને યુદ્ધવિરામ અને શાંતિમંત્રણા વચ્ચે એકબીજા પર હુમલા કર્યા છે.ઇરાને હોર્મુઝની ખાડીમા અમેરિકાની ડિસ્ટ્રોલયને નિશાન બનાવીને મિસાઇલ પ્રહાર કર્યો હતો. તેના વળતા જવાબમાં અમેરિકાએ કાશેમ અને બંદર અબ્બાસ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઇરાનના મીનાબ શહેરમાં પણ વિસ્ફોટોનો અવાજ સાંભળવામાં આવ્યા છે. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનના હુમલાના વળતા જવાબ તરીકે કરવામાં આવેલી કાર્યવાહી લવ ટેપ છે. અમેરિકાની કાર્યવાહી પછી ઇરાને રાજધાની તહેરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે સાતમી મેના રોજ અમેરિકન નૌકાદળનું ગાઇડેડ  મિસાઇલ ડિસ્ટ્રોયર જહાજ ઓમાનની ખાડી અને હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે ઇરાને તેના પર હુમલો કર્યો હતો અમેરિકાએ તેનો બરોબરનો વળતો જવાબ આપ્યો હતો.  અમેરિકાની કાર્યવાહી પછી ઇરાને રાજધાની તહેરાનમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પણ સોશિયલ મીડિયા પર હુમલાને સમર્થન આપ્યું છે. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે ઇરાને અમેરિકન જહાજોના આંતરરાષ્ટ્રીય સમુદ્ર માર્ગમાંથી પસાર થવા દરમિયાન તેના પર મિસાઇલ હુમલો કર્યો હતો, ડ્રોન એટેક કર્યો હતો અને નાના નૌકાવાહનો પણ મોકલ્યા હતા.આ બધાને ખતમ કરી દઈને અમેરિકન લશ્કરે ઇરાનના લશ્કરી થાણાને નિશાન બનાવ્યું હતું. આ સિવાય કમાન્ડ અને કંટ્રોલિંગ સેક્ટરને પણ આ હુમલામાં લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા.  સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે અમે તનાવ વધારવા માંગતા નથી, પરંતુ અમેરિકન લશ્કરો દળો પર જો હુમલો કરવામાં આવ્યો તો તેઓ ચોક્કસપણે તેનો જવાબ આપશે. આ સિવાય તેણે દાવો કર્યો કે ઇરાનના હુમલામાં તેના કોઈપણ જહાજને નુકસાન પહોંચ્યું નથી કે જાનહાનિ થઈ નથી. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતા સંઘર્ષની વચ્ચે હોર્મુઝના સમુદ્રી માર્ગ પર ફરીથી લડાઈ છેડાઈ છે. અમેરિકા-ઇરાન વચ્ચેના આ યુદ્ધવિરામમાં ચાલતા યુદ્ધમાં  ચીનના ટેન્કરને નિશાન બનાવવામાં આવતા ચીન ભડકી ઉઠયું છે. ચીની ક્રૂ લઈ જતાં એક ઓઇલ ટેન્કર પર હોર્મુઝની ખાડીમાં હુમલો થયો હતો. ચીન અને ઇરાનના વિદેશ પ્રધાન મળવાના હતા ત્યારે જ આ હુમલો થયો તો. ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. આ દરમિયાન યુએઈએ જણાવ્યું છે કે ઇરાને તેના પર ડ્રોન અને મિસાઇલોનો જાણ વરસાદ વરસાવ્યો હોય તેવી સ્થિતિ છે. આ હુમલામાં ત્રણ જણાને ઇજા થઈ છે. 



Source link

Related Articles

Back to top button