હજુ તો અમે શરૂઆત પણ નથી કરી: હોર્મુઝની ખાડીમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનની અમેરિકાને ફરી ચેતવણી | Iran vs US Live Updates Mohammad Bagher Ghalibaf warning Trump Project Freedom

![]()
Iran vs US Live Updates | મિડલ ઈસ્ટમાં સ્થિતિ હવે ફરીથી કાબૂ બહાર જઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે કહ્યું છે કે, હોર્મુઝમાં હવે સમીકરણો બદલાઈ રહ્યા છે અને અમેરિકા માટે વર્તમાન સ્થિતિ જાળવી રાખવી અસહ્ય બની જશે.
અમે તો હજુ શરૂઆત પણ નથી કરી: ગાલિબાફ
ગાલિબાફે અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ સામે વળતો પ્રહાર કરતા ગાલિબાફે કહ્યું કે, “અમેરિકા અને તેના સાથી દેશોએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને અને નાકાબંધી લાદીને શિપિંગ અને એનર્જી ટ્રાન્ઝિટની સુરક્ષાને જોખમમાં મૂકી છે. અમે સારી રીતે જાણીએ છીએ કે વર્તમાન સ્થિતિ અમેરિકા માટે અસહ્ય છે; યાદ રાખજો, અમે તો હજુ શરૂઆત પણ નથી કરી.”
શું છે પ્રોજેક્ટ ફ્રીડમ?
અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં સૈન્ય અભિયાન ચાલુ કર્યું છે. ટ્રમ્પના આ અભિયાનનો હેતુ ફસાયેલા માલવાહક જહાજોને લશ્કરી સુરક્ષા હેઠળ બહાર કાઢવાનો છે, જોકે ઈરાન આ પ્રોજેક્ટને પોતાના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવી રહ્યું છે. ઈરાનના સૈન્ય કમાન્ડોએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકાનું કોઈ પણ નૌકાદળનું જહાજ સામુદ્રધુનીની નજીક આવશે, તો તેના પર સીધો હુમલો કરવામાં આવશે.
28 ફેબ્રુઆરી: અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતાના મોત બાદ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.
13 એપ્રિલ: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના બંદરોનો ઉપયોગ કરતા જહાજો પર વળતી નાકાબંધી લાદી હતી.



