दुनिया

શૉકિંગ VIDEO: ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ | Brazil Plane Crash Small Aircraft Hits Building in Belo Horizonte 3 Dead


Brazil plane crashed into Building: બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક નાનું વિમાન રહેણાંક બિલ્ડીંગ સાથે ટકરાતા 3 લોકોના મોત થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જે જોઈને લોકોને અમેરિકાના 9/11 હુમલાની યાદ આવી ગઈ હતી.

રહેણાંક બિલ્ડીંગ સાથે વિમાનની ટક્કર

બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં સોમવારે એક નાનું વિમાન કન્ટ્રોલ ગુમાવીને સીધું એક ત્રણ માળની બિલ્ડીંગ સાથે ટકરાયું હતું. રિપોર્ટ અનુસાર, વિમાન હવામાં ધીમે-ધીમે નીચે આવી રહ્યું હતું અને ઊંચી બિલ્ડીંગથી બચવા માટે ડાબી તરફ વળ્યું હતું, પરંતુ અંતે તે એક બિલ્ડિંગના સીડીવાળા ભાગ (સ્ટેયરવેલ) સાથે ટકરાઈને પાર્કિંગમાં ખાબક્યું હતું. આ ટક્કર બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા અને લોકોમાં ભારે નાસભાગ અને બૂમાબૂમ મચી ગઈ હતી.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટ સંઘર્ષ: હોર્મુઝમાં USના હુમલામાં 5ના મોતનો દાવો, UAE પર ડ્રોન ઍટેક; બહેરીનમાં ઈમરજન્સી જાહેર

જાનહાનિ અને બચાવ કામગીરી

આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિમાનમાં સવાર અન્ય 3 મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે, વિમાન બિલ્ડીંગના સીડીવાળા ભાગ સાથે ટકરાયું હોવાથી ફ્લેટની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો વિમાન સીધું ફ્લેટ સાથે ટકરાયું હોત તો જાનહાનિનો આંકડો ઘણો મોટો હોત.


શૉકિંગ VIDEO: ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ 2 - image





Source link

Related Articles

Back to top button