राष्ट्रीय

બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન | Trinamool’s stronghold in Bengal has been broken NDA in 21 states India Alliance in only 6



નવી દિલ્હી,૪ મે,૨૦૨૬,સોમવાર 

પશ્ચિમ બંગાળમાં ભાજપને ૨૦૦ કરતા વધુ બેઠક મળવાની સાથે બંપર જીત મળી છે. બંગાળમાં મમતાની તૃણમૂલ કોંગ્રેસનો કિલ્લો તુટવાની સાથે જ એનડીએ અને ભાજપના હાથમાં વધુ એક રાજય આવ્યું છે. આ સાથે જ દેશના ૨૧ રાજયોમાં ભાજપ યા તો  એનડીએનું શાસન છે જયારે માત્ર ૬ રાજયોમાં કોંગ્રેસ યા તો કોંગ્રેસ સમર્થિત ઇન્ડિયા ગઢબંધનની સરકાર છે.

તમિલનાડુમાં ઇન્ડિયા ગઢબંધનના પક્ષ ડીએમકેનો પરાજય થયો છે પરંતુ કેરલમાં કોંગ્રેસ સમર્થિત યુડીએફ ગઠબંધનને સત્તા મળતા ઇન્ડિયા ગઠબંધનની ૬ સંખ્યા જળવાઇ રહી છે. આસામમાં સતત ત્રીજી વાર અને પોડ્ડીચેરીમાં બીજી વાર ભાજપની સરકાર રચાતા સત્તામાં પાછા ફરવાની કોંગ્રેસની આશા અધૂરી રહી છે. કોંગ્રેસ શાસિત રાજયોમાં હિમાચલપ્રદેશ, કર્ણાટક પછી હવે કેરલ ઉમેરાયું છે. 



Source link

Related Articles

Back to top button