मनोरंजन
જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હોવાનો દિલજીતનો દાવો | Diljit claims to have tried to end his life

![]()
સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝે પોતે આ દુનિયા છોડી ચૂક્યો છે અને ગત ડિસેમ્બરમાં પોતે આ શરીર છોડી દેવા પ્રયાસ કર્યો હતો તેવાં વિધાનો કરતાં તેના ચાહકો ચિંતિત બન્યા છે. દિલજીતે કેનેડામાં એક કોન્સર્ટ વખતે કહ્યું હતું કે મને મૃત્યુનો કોઈ ભય નથી. ગત ડિસેમ્બરમાં મેં આ શરીર છોડી દેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, પછી મને લાગ્યું હતું કે હજુ આ શરીર થકી મારે ઘણું કરવાનું છે. મેં આ દુનિયા છોડી દીધી છે પરંતુ સાચું એ છે કે હું આ સ્ટેજ પર ઉભો છું.
આ વિધાનો બાદ તેના ચાહકો ચિંતિત બની ગયા હતા. કેટલાકે લખ્યું હતું કે દિલજીત કોઈ સંઘર્ષ અનુભવી રહ્યો હોય તેમ લાગે છે.
કેટલાકે લખ્યું હતું કે તે ડિપ્રેશનમાં સરી પડયો હોવાની આ નિશાની છે. અમુક ચાહકોએ ભલામણ કરી હતી કે તેણે પોતાનાં માનસિક આરોગ્યની તપાસ કરાવવી જોઈએ.



