मनोरंजन

અક્ષય કુમારે તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર | Priyadarshan denies that Akshay Kumar cut Tabu’s role



– ભૂતબંગલા ફિલ્મ રીલિઝ થયા બાદ વિવાદ

– તબુ પોતાના રોલથી નાખુશ નથી, આવી વાતો ફેલાવનારાને શરમ આવવી જોઈએે

મુંબઈ: તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ભૂતબંગલા’માં તબુનો રોલ ઘણો કપાઈ ગયો હોવાની ચર્ચા થઈ રહી છે. કેટલાક દાવા અનુસાર અક્ષય કુમારે દખલ દઈને તબુના કેટલાય સીન કપાવી  નાખ્યા છે અને તેથી ફાઈનલ કટ જોયા બાદ તબુ ભારે નારાજ થઈ છે. જોકે, પ્રિયદર્શને આ બધી ચર્ચાઓ નકારી કાઢી છે. 

પ્રિયદર્શને કહ્યુx હતું કે ફિલ્મનો ડાયરેક્ટર હું છું અને મેં નક્કી કર્યું છે કે ફિલ્મમાં કેટલા સીન રાખવા અને કેટલા કાઢી નાખવા. અક્ષય કુમારે ફિલ્મ એડિટ કરી નથી. તેણે કોઈના રોલ પર કાતર ફેરવી નથી. આવી વાતો ફેલાવનારાને શરમ આવવી જોઈએ. 

પ્રિયદર્શને એમ પણ કહ્યું હતું કે તબુ નારાજ હોવાની વાતો પણ ખોટી છે. મેં અને તબુએ અનેક ફિલ્મો સાથે કરી છે. અમારી વચ્ચે સારું ટયુનિંગ છે. તબુ નારાજ હોય તો તેણે મને આ વિશે કહ્યું જ હોત. પણ તેણે એવું કશું કહ્યું નથી. 



Source link

Related Articles

Back to top button