दुनिया

ઓસ્કારનો કડક નિર્ણય : અભિનય અને લેખનમાં એઆઈનો ઉપયોગ નહીં ચાલે | Oscar’s strict decision: AI will not be used in acting and writing



– દરેક ક્ષેત્રમાં એઆઈના વધતા પ્રભાવ વચ્ચે જાહેરાત

– ફિલ્મમેકર્સને અન્ય ટેકનિકલ કામો માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગની મંજૂરી આપવામાં આવી

કેલિફોર્નિયા : એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે ઓસ્કાર એવોર્ડ્સ માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ, સંપૂર્ણપણે એઆઈ દ્વારા કરવામાં આવેલ અભિનય અને સ્ક્રીનપ્લે એવોર્ડને પાત્ર નહીં ગણાય. 

નવા નિયમો અનુસાર, અભિનય માટે હ્યુમન આટસ્ટનો સ્પષ્ટ ભાગ હોવો જરૂરી છે. આ સિવાય સ્ક્રીનપ્લે પણ માણસે લખેલું ફરજિયાત કરવામાં આવ્યું છે. 

આ નિયમો દ્વારા એઆઈ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો. ફિલ્મમેકર્સ અન્ય ટેકનિકલ કામો માટે એઆઈનો ઉપયોગ કરી શકશે. પરંતુ, અભિનય અને લેખન જેવા ક્રિએટિવ ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ નહીં ચાલે. આ નિર્ણય ફિલ્મ ઉદ્યોગમાં વધી રહેલી ચિંતાઓ વચ્ચે લેવાયો છે. જ્યાં એઆઈના વધતા ઉપયોગને કારણે કલાકારો અને લેખકોના ભવિષ્ય અંગે પ્રશ્નો ઊભા થયા છે. 

એઆઈ સંબંધિત બદલાવ ઉપરાંત ઓસ્કારના અન્ય નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ કેટેગરીમાં હવે પસંદગી માટેના માપદંડોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી વધુ ફિલ્મોને તક મળી શકે.



Source link

Related Articles

Back to top button