दुनिया

અમેરિકાએ પાકિસ્તાન સાથે કર્યો મોટો કરાર, F-16 ફાઈટર જેટને અમેરિકા બનાવશે ‘શક્તિશાળી’ | us air force 488 million contract f16 radar upgrade pakistan service life 2040



US-F-16-radar-upgrade-contract: અમેરિકી વાયુસેનાએ F-16 લડાયક વિમાનોના રડાર અપગ્રેડેશન અને ટેકનિકલ સપોર્ટ માટે 488 મિલિયન ડોલર (અંદાજે ₹4000 કરોડથી વધુ) ના નવા કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ મોટી સંરક્ષણ ડીલમાં પાકિસ્તાન સહિત અમેરિકાના અનેક સહયોગી દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પગલાથી પાકિસ્તાની વાયુસેનાના F-16 વિમાનો હવે 2040 સુધી કાર્યરત રહી શકશે.

રડાર સિસ્ટમમાં થશે મોટો ફેરફાર

અમેરિકાની અગ્રણી સંરક્ષણ કંપની નોર્થરોપ ગ્રુમન સિસ્ટમ્સ કોર્પોરેશનને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ F-16 વિમાનોમાં વપરાતી ‘APG-66’ અને ‘APG-68’ રડાર સિસ્ટમને અત્યાધુનિક એન્જિનિયરિંગ સપોર્ટ આપવામાં આવશે. આ અપગ્રેડેશનનું કામ મેરીલેન્ડ, અમેરિકામાં થશે અને તે 31 માર્ચ, 2036 સુધી ચાલશે. શરૂઆતી તબક્કે નાણાકીય વર્ષ 2026ના ફંડમાંથી 2.64 મિલિયન ડોલરની રકમ ફાળવી દેવામાં આવી છે.

કયા દેશોને થશે ફાયદો?

અમેરિકાના ફોરેન મિલિટરી સેલ્સ (FMS) પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાન ઉપરાંત બહેરીન, બેલ્જિયમ, ઇઝરાયલ, ઇજિપ્ત, ગ્રીસ, દક્ષિણ કોરિયા, પોલેન્ડ અને તુર્કિયે જેવા અન્ય 20 જેટલા દેશોને પણ આ ટેકનિકલ સપોર્ટનો લાભ મળશે.

આ પણ વાંચો: સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત

2040 સુધીની લાઇફલાઇન

પાકિસ્તાન માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. અગાઉ ડિસેમ્બર 2025માં પણ અમેરિકાએ પાકિસ્તાનના F-16 બેડા માટે 686 મિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. નવા અપગ્રેડથી લિંક-16 ટેક્ટિકલ ડેટા સિસ્ટમ મળશે જેનો ઉપયોગ યુદ્ધ દરમિયાન સુરક્ષિત ડેટા શેરિંગ માટે થઇ શકશે. સુરક્ષિત સંચાર વ્યવસ્થા માટે ક્રિપ્ટોગ્રાફિક ઉપકરણો હશે. એવિયોનિક્સ અપગ્રેડ થશે જે વિમાનની ઓપરેશનલ ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે. 

સર્વિસ લાઈફમાં વધારો

અમેરિકી સંરક્ષણ એજન્સી (DSCA) ના જણાવ્યા અનુસાર, આ આધુનિકીકરણનો મુખ્ય હેતુ પાકિસ્તાની વિમાનોની સર્વિસ લાઈફ વધારવાનો અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં અમેરિકી દળો સાથે તાલમેલ (Interoperability) મજબૂત કરવાનો છે.

પાકિસ્તાનનું વલણ

પાકિસ્તાની રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને અમેરિકાના આ સહયોગને આવકાર્યો છે. જોકે પાકિસ્તાને તાજેતરમાં અન્ય દેશો પાસેથી પણ ફાઈટર જેટ્સ ખરીદ્યા છે, પરંતુ પાકિસ્તાની વાયુસેના માટે તેના F-16 બેડાને સજ્જ રાખવો એ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે.



Source link

Related Articles

Back to top button