दुनिया

‘સેના હટાવો, કેદીઓને છોડો, નહીંતર…’, હિઝબુલ્લાહના નવા ચીફે ઈઝરાયલ સામે મૂકી 5 આકરી શરતો | lebanon israel ceasefire conditions hezbollah naim qassem 5 conditions to stop war



Hezbollah Israel Controversy: લેબેનૉનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ ફરી એકવાર ચર્ચામાં છે. હિઝબુલ્લાહના નવા ચીફ શેખ નઈમ કાસિમે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈઝરાયલ સાથે સીધી વાતચીત કરવા બિલકુલ તૈયાર નથી. પરંતુ સાથે જ તેમણે 5 શરતો પણ રાખી છે જે પૂરી થવા પર યુદ્ધ રોકાઈ શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લેબેનૉનમાં સત્તા પર બેઠેલા લોકો પર દબાણ છે કે તેઓ ઈઝરાયલ સાથે ડીલ કરી લે.

ઈઝરાયલ સાથે ક્યારેય સીધી વાતચીત નહીં કરે હિઝબુલ્લા

કાસિમે બિલકુલ સીધા શબ્દોમાં કહ્યું કે હિઝબુલ્લાહ ઈઝરાયલ સાથે ક્યારેય સીધી વાતચીત કરશે નહીં. તેમણે આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી. આ નિવેદન એટલા માટે મહત્ત્વનું છે કારણ કે લેબેનૉનની સરકાર પર દબાણ છે કે તેઓ વચ્ચે આવીને કોઈ રસ્તો કાઢે.

હિઝબુલ્લાહને નબળું પાડે તેવી કોઈ સમજૂતી માટે તૈયાર નથી

કાસિમે લેબેનૉનમાં સત્તા પર બેઠેલા લોકોને પણ સંભળાવી દીધું. તેમણે કહ્યું કે જે લોકો ઈઝરાયલ અને અમેરિકાના કહેવા પર ચાલી રહ્યા છે તેઓ ન તો લેબેનૉનનું ભલું કરી રહ્યા છે અને ન પોતાનું. તેનો મતલબ છે કે હિઝબુલ્લાહ નથી ઇચ્છતું કે લેબેનૉનની સરકાર ઈઝરાયલ-અમેરિકાના દબાણમાં આવીને એવો કોઈ સમજૂતી કરે જે હિઝબુલ્લાહને નબળું પાડે.

ડીલ થવાની કોઈ આશા નથી!

કાસિમે એમ પણ કહ્યું કે ઈઝરાયલ અને અમેરિકા જે વસ્તુ લેબેનૉનની સરકાર પાસેથી ઇચ્છે છે તે તેમના વશમાં નથી. અને સરકાર જે ઈઝરાયલ પાસેથી ઇચ્છે છે તે તેમને મળવાનું નથી. એટલે કે બંને તરફથી ડીલ થવાની તેમને કોઈ આશા નથી.

આ પણ વાંચો: વિશ્વનો એકમાત્ર એવો દેશ જ્યાં નથી એક પણ ગામડું, જાણો કેવી રીતે બન્યું ‘સિટી સ્ટેટ’

5 શરતો શું છે?

કાસિમે યુદ્ધ રોકવાનો એક જ રસ્તો છે બતાવ્યો, તેના માટે નીચે મુજબના 5 કામ થવા જરૂરી છે. 

-પહેલી શરત એ છે કે ઈઝરાયલ જમીન, દરિયા અને આકાશમાંથી હુમલા સંપૂર્ણ રીતે બંધ કરે. એટલે કે દરેક તરફથી હુમલો રોકાવો જોઈએ.

-બીજી શરત છે કે ઈઝરાયલ તે વિસ્તારોમાંથી પોતાના સૈનિકો હટાવે જે તેણે કબજે કરી રાખ્યા છે. 

-ત્રીજી શરત છે કે જે લોકો ઈઝરાયલની જેલોમાં બંધ છે તેમને મુક્ત કરવામાં આવે. 

-ચોથી શરત છે કે જે લોકો પોતાના ઘર અને શહેર છોડીને ભાગ્યા છે તેઓ પાછા ફરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. 

-પાંચમી શરત છે કે જે તબાહી થઈ છે તેનું ફરીથી નિર્માણ કરવામાં આવે એટલે કે પુનઃનિર્માણ થાય.



Source link

Related Articles

Back to top button