दुनिया

ઈરાન માટે ‘કરો કે મરો’ જેવી સ્થિતિ: ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું | iran oil storage crisis nasha tanker kharg island blockade



Iran Oil Storage Crisis 2026: વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંના એક ઈરાન માટે અત્યારે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વધતા તણાવ અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાનનું તેલ નિકાસ થઈ રહ્યું નથી. પરિણામે, તેલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી.

ઈરાનની આર્થિક નસ હવે જોખમમાં

ઈરાનનું 90% થી વધુ તેલ ઉત્પાદન અને નિકાસ ખાર્ગ આઈલેન્ડ પરથી થાય છે. અહીં 30 મિલિયન બેરલ તેલ સંગ્રહ કરવાની ક્ષમતા છે, પરંતુ અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે રીતે નાકાબંધી કરી છે, તેનાથી ઈરાનનો નિકાસ માર્ગ રૂંધાઈ ગયો છે.

30 વર્ષ જૂના જહાજ નાશાનો પુનર્જન્મ

તેલનો સંગ્રહ કરવા માટે જગ્યા ખૂટી પડતા ઈરાને હવે તેના 30 વર્ષ જૂના વિશાળ ટેન્કર નાશાને ફરીથી સક્રિય કર્યું છે. આ જહાજ વર્ષોથી ખાલી અને નકામું પડ્યું હતું. હવે તેનો ઉપયોગ ફ્લોટિંગ સ્ટોરેજ તરીકે કરવામાં આવશે. આ પગલું દર્શાવે છે કે ઈરાનની ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે કેટલી હદે દબાણ હેઠળ છે.

આ પણ વાંચો : 8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર, લઘુત્તમ પગાર ₹18,000થી વધીને ₹69,000 થવાની શક્યતા

માત્ર 12 દિવસનો સમય ટિક-ટિક શરૂ!

મેરીટાઇમ એનાલિસ્ટ્સના મતે સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈરાન પાસે હવે માત્ર 13 મિલિયન બેરલ તેલ સંગ્રહવાની જગ્યા બાકી છે. રોજનું 10 થી 11 લાખ બેરલ તેલ સતત આવી રહ્યું છે. જો આ જ ગતિ ચાલુ રહી, તો આગામી 12 થી 13 દિવસમાં ઈરાનના તમામ સ્ટોરેજ ટેન્ક ફૂલ થઈ જશે.

શા માટે ઈરાન તેલ કાઢવાનું બંધ નથી કરી શકતું?

ઘણાને પ્રશ્ન થાય કે જો સ્ટોરેજ નથી તો ઉત્પાદન કેમ બંધ નથી કરાતું? તેની પાછળ એક મોટું ટેકનિકલ કારણ છે કે  જો તેલના કૂવાઓ અચાનક બંધ કરવામાં આવે, તો તેને કાયમી નુકસાન થઈ શકે છે. ઈરાનના તેલના કૂવાઓને ચાલુ રાખવા માટે સતત ઓપરેશન જરૂરી છે. જો તે બંધ થાય તો ભવિષ્યમાં ત્યાંથી તેલ કાઢવું અશક્ય બની શકે છે. 

ઈરાન સામેની બેવડી તલવાર

જો સ્ટોરેજ ક્ષમતા પૂરી થઈ જાય તો ઈરાન પાસે બે જ રસ્તા બચશે. એક તો તેલનું ઉત્પાદન ઘટાડવું, જે આર્થિક રીતે દેશને તોડી નાખશે. બીજુ કે કૂવાઓ બંધ કરીને લાંબાગાળાનું જોખમ લેવું. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે પણ ચેતવણી આપી છે કે ઈરાન તેની મર્યાદાના અંતિમ છેડે છે. સેટેલાઇટ ઈમેજરી મુજબ ખાર્ગ આઈલેન્ડ પર ટેન્કરો લોડ તો થઈ રહ્યા છે, પણ નાકાબંધીને કારણે તે આગળ વધી શકતા નથી. ઈરાન અત્યારે નાશા જેવા જૂના જહાજો દ્વારા સમય ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ જો અમેરિકાની નાકાબંધી હળવી નહીં થાય, તો ઈરાનનું અર્થતંત્ર તેલના આ ભાર નીચે જ દબાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.



Source link

Related Articles

Back to top button