दुनिया

હોર્મુઝ સંકટ વચ્ચે નવું ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર | Putin to Visit USA Russian President Considers Trump s G20 Invitation to Miami



Vladimir Putin America Visit: વૈશ્વિક રાજનીતિમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાના મિયામીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાની મુલાકાત લઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણ બાદ ક્રેમલિન(રશિયન પ્રમુખ ભવન) દ્વારા એવા સંકેત આપવામાં આવ્યા છે કે પુતિન આ યાત્રા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અમેરિકા આ વર્ષે G20 બેઠકનું યજમાન છે અને તેણે રશિયાને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે, જેનો રશિયાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જોકે, પુતિન પોતે જશે કે અન્ય કોઈ પ્રતિનિધિને મોકલશે તે અંગે આખરી નિર્ણય લેવાનો હજુ બાકી છે.

2019 પછી પ્રથમ વખત G20માં જોડાઈ શકે છે રશિયા

ઉલ્લેખનીય છે કે, પુતિને છેલ્લે વર્ષ 2019માં G20 સમિટમાં હાજરી આપી હતી. ત્યારબાદ કોરોના મહામારી અને 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે પશ્ચિમી દેશો સાથેના સંબંધો વણસ્યા હતા, જેને લીધે આંતરરાષ્ટ્રીય મંચો પર તેમની હાજરી મર્યાદિત થઈ ગઈ હતી. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રશિયાને G8માંથી બહાર કાઢવાના નિર્ણયને ભૂલ ગણાવી છે અને ભાર મૂક્યો છે કે વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ શક્ય છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, રશિયા G20ને એક અત્યંત મહત્ત્વપૂર્ણ મંચ માને છે અને આ સમિટમાં રશિયાનું યોગ્ય પ્રતિનિધિત્વ ચોક્કસપણે હશે.

આ પણ વાંચો: ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુ:ખતી નસ દબાવી

રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધરવાના સંકેત

નિષ્ણાતો માને છે કે જો વ્લાદિમીર પુતિન આ સંમેલનમાં ભાગ લેવા અમેરિકા જશે, તો યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે ફરીથી સંવાદ શરૂ કરવાની દિશામાં આ એક ઐતિહાસિક પગલું સાબિત થઈ શકે છે. હાલમાં અમેરિકન વહીવટીતંત્ર અને રશિયાના વિદેશ મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય ભાગીદારી માટેની તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો પુતિન મિયામી પહોંચશે, તો તે આ વર્ષની સૌથી મોટી રાજદ્વારી ઘટના બની રહેશે.


હોર્મુઝ સંકટ વચ્ચે નવું ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર 2 - image



Source link

Related Articles

Back to top button