दुनिया

સ્પેસએક્સ અને કર્સર વચ્ચે 60 અબજ ડોલરમાં ખરીદીના વિકલ્પ સાથેનો કરાર | SpaceX and Cursor sign 60 billion purchase option agreement



– ઓપનએઆઈ-એન્થ્રોપિકને ટક્કર આપશે 

– ટેક સેક્ટરના સૌથી મોટા સોદામાંનો એક બનશે : બંને મળીને નેક્સટ જનરેશન કોડિંગ અને નોલેજ વર્ક AI ડેવલપ કરશે  

– ફાઈનાન્સ-ટેક સેક્ટરની ટોપ કંપનીઓને ગ્રાહક બનાવનારી કર્સરને ‘કોલોસસ’  સુપર કમ્પ્યુટર ક્લસ્ટરનો લાભ મળશે 

કેલિફોર્નિયા : ઈલોન મસ્કની સ્પેસએક્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરની સ્ટાર્ટઅપ કંપની કર્સર સાથે વ્યૂહાત્મક કરાર કર્યો છે. આ કરારમાં ૬૦ અબજ ડોલરમાં કંપની ખરીદવાનો વિકલ્પ સામેલ છે. રિપોર્ટ મુજબ, આ કરારમાં વિકલ્પરૂપે ૧૦ અબજ ડોલરની જોઈન્ટ ડેવલપમેન્ટની જોગવાઈ પણ રાખવામાં આવી છે. 

આ ભાગીદારી સ્પેસએક્સને એઆઈ આધારિત કોડિંગ ટૂલ્સના ઝડપી વિકસતા  સેક્ટરમાં મજબૂત બનાવશે.  આ સેક્ટરમાં હાલ ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી કંપનીઓ ઘણી આગળ છે. કરાર હેઠળ બંને કંપનીઓ સાથે મળીને નેક્સ્ટ જનરેશન કોડિંગ અને નોલેજ વર્ક એઆઈ વિકસાવશે.આ કરાર હેઠળ કર્સરને સ્પેસએક્સની વિશાળ કમ્પ્યુટિંગ સુવિધાઓનો લાભ મળશે. જેમાં, કોલોસસ નામના સુપરકમ્પ્યુટર ક્લસ્ટરનો પણ સમાવેશ થાય છે. જે અદ્યતન જીપીયુ પર આધારિત છે. જેના દ્વારા કર્સરના એઆઈ મોડલ્સને સરળતાથી ટ્રેનિંગ મળી રહેશે. 

જો ૬૦ અબજ ડોલરમાં ખરીદી થશે તો તે ટેક સેક્ટરના સૌથી મોટા સોદામાનો એક બનશે. આ કરાર સાથે ઈલોન મસ્ક સ્પેસએક્સના સંભવિત આઈપીઓ પહેલા એઆઈ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, સ્પેસએક્સે તાજેતરમાં મસ્કની એઆઈ કંપની એક્સએઆઈને પોતાની કામગીરીમાં સંકલિત કરી હતી. 



Source link

Related Articles

Back to top button