दुनिया

વોશિંગ્ટનમાં ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજાે રાઉન્ડ શરુ થશે | Second round of peace talks between Israel and Lebanon to begin in Washington



વોશિંગ્ટન,૨૩ એપ્રિલ,૨૦૨૬,ગુરુવાર 

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે અમેરિકામાં વાતચીતનો બીજો રાઉન્ડ અમેરિકામાં શરુ થશે. આ વાતચીતનો મૂળ ઉદ્દેશ નાજૂક યુધ્ધ વિરામને આગળ વધારવાનો છે. લેબનોન અને ઇઝરાયેલ સરહદ શાંતિ સ્થપાય અને જળવાઇ રહે તે માટેની કોશિષનો એક ભાગ છે જે ગત સપ્તાહ પ્રથમ વાતચીતથી શરુ થયો હતો જેમાં ૩૦ વર્ષ પછી લેબનોન અને ઇઝરાયેલ વચ્ચે ઉચ્ચ સ્તરીય મંત્રણાઓ યોજાઇ હતી.

નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં બંને  પક્ષો વચ્ચે કોર ઇશ્યુંને લઇને ચર્ચા  થવાની કે ઉકેલાવાની કોઇ જ શકયતા જણાતી નથી પરંતુ શાંતિ માટેની રુપરેખા તૈયાર કરવાનો છે.  લેબનોનમાં જમીની પરિસ્થિતિ અત્યંત નાજૂક અને સંવેદનશીલ હોવાથી સંઘર્ષ અટકે તે સમયની માંગ છે. છેલ્લા કેટલાક સમયથી ઇરાન અને અમેરિકા,ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુધ્ધવિરામ  અને ખાડી ક્ષેત્રમાં શાંતિ સ્થપાય તેના પર ભાર મુકવામાં આવી રહયો છે.

પાકિસ્તાનમાં ઇરાન અને  અમેરિકા વચ્ચે પ્રથમ દોરની એક મીટિંગ થયા પછી બીજી મીટિંગ યોજાઇ શકી નથી. પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ ઇસ્લામાબાદ માં યોજાનારી બેઠક માટે ઇરાને અમેરિકાની ઇમાનદારી પર શંકા વ્યકત કરી છે. આવી પરિસ્થિતિમાં હોર્મૂઝ ખાડી ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે તણાવ વધતો જોવા મળે છે. બંને પક્ષો વચ્ચે ફરી સક્રિય લડાઇ ફાટી ના નિકળે તેવો ભય ઉભો થયો છે.



Source link

Related Articles

Back to top button