दुनिया

યુ.એસ. નેવીની આંખમાં ધૂળ નાખી ઇરાનનાં બે ટેન્કર્સ અરબી સમુદ્રમાં પહોંચ્યાં | Two Iranian tankers enter the Arabian Sea throwing dust in the eyes of the US Navy



– ઇરાનનાં જહાજો બીજા દેશોના ધ્વજ ફરકાવી પસાર થાય છે

– અંધારી રાત્રીએ લાઈટો બંધ રાખી બે ટેન્કર્સ હીરો સેકન્ડ અને હેડી યુ.એસ. નેવીને થાપ આપી ૪૦ લાખ બેરલ તેલ નિકાસ માટે લઇ ગયાં

નવી દિલ્હી : મીડીયા રીપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાનનાં બે ટેન્કર્સ હીરો-સેકન્ડ અને હેડી ૪૦ લાખ બેરલ જેટલું ક્રૂડ ઓઇલ લઈ પર્શીયન ગલ્ફમાંથી નીકળી અરબી સમુદ્રમાં પહોંચી ગયાં છે. ગલ્ફ ઓફ પર્શિયા અને ગલ્ફ ઓફ ઓમાનને જોડતી સાંકડી સમુદ્ર ધુનિ જે સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ તરીકે ઓળખાય છે ત્યાં અત્યારે પરિસ્થિતિ અત્યંત તંગદિલીભરી રહી છે. અમેરિકી નૌસેનાએ ત્યાં નાકાબંધી કરી રાખી છે, અને તેલ ગેસ ભરેલાં જહાજોને આગળ વધતાં રોકે છે. તેથી વૈશ્વિક વ્યાપાર અને તેલના પુરવઠા ઉપર ગંભીર અસર પડી છે. તેવામાં અમેરિકી નૌ સૈનિકોની આંખોમાં ધૂળ નાખી ૪૦ લાખ બેરલ ક્રૂડ લઇ બે ટેન્કરો અરબી સમુદ્રમાં પહોંચી ગયાં છે.

બ્લુમબર્ગના રીપોર્ટ પ્રમામે તે ટેન્કરો પોતાના એ.આઈ.એસ. ટ્રાન્સપોન્ડર્સ (જીપીએસ જેવી ટ્રેકીંગ સીસ્ટમ) તથા લાઈટ્સ બંધ કરી દે છે. તે ઇરાનનાં શૅડો ફ્લટ દ્વારા પ્રતિબંધો અને નજરથી બચવા માટેની એક પુરાણી તરકીબ છે. તેનાં ૩૪ ટેન્ડર્સ નાકાબંધી પાર કરી ચૂક્યાં છે, હજી સુધીમાં ૯૦ લાખ બેરલ તેલ નિકાસ થઇ ચૂક્યું છે.

અલ જજીરા અને અન્ય એજન્સી કહે છે કે કેટલાંયે જહાજો માલ લઇને બહાર નીકળી ગયાં છે, નાકા બંધી છતાં નિકાસ ચાલુ છે. ન્યૂઝ ૧૮ જણાવે છે કે અમેરિકી નૌ સેનાને છેતરવા ઇરાનનાં જહાજો બીજા દેશના ધ્વજ ચઢાવી, નામ પણ બદલી શાંતીપૂર્વક પસાર થઇ જાય છે.



Source link

Related Articles

Back to top button