दुनिया

સીઝફાયર પૂરો થવાને માત્ર 24 કલાક બાકી! ટ્રમ્પ-નેતન્યાહૂની હુમલાની ધમકી, ઈરાને કહ્યું- અમે પણ નવા પત્તાં ખોલવા તૈયાર | West Asia War Threat: Ceasefire Deadline Near Trump Netanyahu Warning Iran



Iran-US-Israel Tensions Rise as Ceasefire Nears End : વેસ્ટ એશિયામાં શાંતિની આશા ઠગારી નીવડી રહી છે. બે અઠવાડિયાનું સીઝફાયર 22 એપ્રિલ, બુધવારે સમાપ્ત થઈ રહ્યું છે, અને તેની સાથે જ ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફરી શરૂ થવાની ભીતિ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુના આક્રમક નિવેદનોએ તેલ અને ગેસના માર્ગો પર તણાવ વધાર્યો છે. 

સ્થિતિ કેમ વિસ્ફોટક બની?

ડેડલાઈન નજીક

બુધવારે સાંજે સીઝફાયર પૂરો થઈ રહ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ નક્કર ડીલ નહીં થાય, તો યુદ્ધવિરામ આગળ વધારવામાં આવશે નહીં.

નેતન્યાહુનું નિવેદન

ઈઝરાયલના પીએમએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ઈરાન વિરુદ્ધ તેમનું સૈન્ય ઓપરેશન હજુ અધૂરું છે, જેનો અર્થ છે કે ટૂંક સમયમાં ઈરાન પર મોટા હુમલા થઈ શકે છે.

ટ્રમ્પની ‘બોમ્બ’ ધમકી

ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે જો પરિણામ નહીં આવે તો ‘ઘણા બધા બોમ્બ ફૂટશે’, અમેરિકાએ ચીનથી આવતા ઈરાની માલવાહક જહાજને જપ્ત કરતા ઈરાને પણ વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે.

ઈરાનનો ઈનકાર

ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફે કહ્યું છે કે અમે ધમકીના દબાણમાં આવીને કોઈ સમજૂતી નહીં કરીએ. ઈરાન ‘યુદ્ધના મેદાનમાં નવા પત્તા’ ખોલવા તૈયાર છે.



Source link

Related Articles

Back to top button