કેનેડાના વડાપ્રધાન બોલ્યા- અમેરિકા સાથેના સંબંધો મજબૂરી બની ગયા છે | Canadian Prime Minister said Relations with America have become a compulsion

![]()
ટોરેન્ટો,20 એપ્રિલ,2026,સોમવાર
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીઓ એક વીડિયો સંબોધનમાં જણાવ્યું હતું કે અમેરિકા સાથે કેનેડાના મજબૂત આર્થિક સંબંધો એક સમયે એની તાકાત ગણાતા હતા જે હવે કમજોરી બની ગયા છે આથી સંબંધો સુધારવાની જરુરીયાત છે. કેનેડાની અર્થ વ્યવસ્થાને મજબૂત કરવા માટે, નવું મૂડી રોકાણ આકર્ષવા અન્ય દેશો સાથેની વેપાર સમજૂતી પર કામ કરી રહી છે.
દુનિયા હાલમાં ખતરનાક રીતે અમેરિકાએ વેપારને લઇને પોતાનું વલણ સાવ બદલી નાખ્યું છે. ટેરિફને એ હદ સુધી વધારી દીધું છે કે આવી પરિસ્થિતિ ગ્રેટ ડિપ્રેશન સમયમાં જોવા મળ્યું હતું. અમારી જુની શકિત જે અમેરિકાના સંબંધોને મજબૂત કરતી હતી પરંતુ હવે નબળાઇ બની ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર ઓટો અને સ્ટીલ ઉધોગના કામદારો પર પડી છે. અનિશ્ચિતતાના માહોલના લીધે કંપનીઓ રોકાણ કરવામાં પાછી પાની કરી રહી છે. ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજય બનાવવા અંગે નિવેદન આપ્યું હતું તેનાથી કેનેડાઇ ખૂબ નારાજ છે.
કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ભરોસો આપ્યો હતો કેનેડા સરકાર પોતાની આર્થિક અને વ્યુહાત્મક નીતિઓમાં પરિવર્તન લાવી રહયુ છે તેની લોકોને સતત જાણકારી આપવા પ્રયાસ કરશે. કાર્ની ખૂદ બેંક ઓફ કેનેડાના અને બેંક ઓફ ઇગ્લેન્ડના ગર્વનર રહી ચુકયા છે. કાર્નીએ ઉમેર્યુ હતું કે પાડોશીઓમાં આવી રહેલા પરિવર્તનને નિયંત્રિત કરી શકાય તેમ નથી. અચાનક બધુ સારું થઇ જશે એવી આશાના ભરોસે પણ રહી શકાય તેમ નથી. કેનેડાએ પોતાની દરકાર જાતે જ રાખવી પડશે કોઇ એક વિદેશી ભાગીદાર પર નિર્ભર રહી શકાય નહી.



