दुनिया

સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય | israel releases map of buffer zone extending across lebanon intensifies operations despite ceasefire



Israel Lebanon Buffer Zone: ઇઝરાયલની સેનાએ દક્ષિણ લેબેનોનમાં ‘બફર ઝોન’ બનાવવા માટે એક નવો નકશો જાહેર કર્યો છે, જે લેબેનોન સરહદની અંદર કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ નકશામાં ભૂમધ્ય સમુદ્રથી લઈને સીરિયાની સરહદ પાસે આવેલા માઉન્ટ હરમોન સુધીની એક લાંબી પટ્ટી દર્શાવવામાં આવી છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ અને સંરક્ષણમંત્રી ઇઝરાયલ કોટ્ઝે સ્પષ્ટ કર્યું છે કે કામચલાઉ સીઝફાયર લાગુ હોવા છતાં, ઇઝરાયલી સૈનિકો આ વિસ્તારમાંથી પાછા હટશે નહીં. સંરક્ષણમંત્રીએ વધુમાં ચેતવણી આપી છે કે આ વિસ્તારમાં આવેલા ઘરો અને ઈમારતોને તોડી પાડવામાં આવશે અને જે પણ વ્યક્તિ હિઝબુલ્લાહ સાથે જોડાયેલી જણાશે તેને ઠાર કરવામાં આવશે.

ઉત્તર ઇઝરાયલની રક્ષા માટે મોટો પ્લાન

ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, પાંચ ડિવિઝન અને નેવી હાલ લેબેનોની વિસ્તારમાં ‘ફોરવર્ડ ડિફેન્સ લાઈન’ તૈયાર કરવા માટે કામ કરી રહી છે. આ વ્યૂહનીતિનો મુખ્ય હેતુ ઉત્તર ઇઝરાયલના રહેવાસીઓ પર થતા સીધા જોખમોને રોકવાનો છે. આ બફર ઝોનમાં બિન્ટ જેબિલ, ઐતા અલ-શાબ અને ખિયામ જેવા મહત્ત્વના શહેરોનો સમાવેશ થાય છે, જે હવે ઇઝરાયલના સીધા સૈન્ય નિયંત્રણ હેઠળ રહેશે. જોકે, લેબેનોન અને સીરિયાએ આ પગલાંને મંજૂરી આપી નથી.

આ પણ વાંચો: પિતાએ જ ઘર સ્મશાન બનાવ્યું, પોતાના જ 7 સહિત 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા! હચમચી ગયું અમેરિકા

સીઝફાયર છતાં દક્ષિણ લેબનોનમાં હિંસા યથાવત

સીઝફાયરની જાહેરાત થઈ હોવા છતાં, દક્ષિણ લેબેનોનમાં હિંસા અટકી નથી. રવિવારે પણ ઇઝરાયલી સેનાએ અનેક વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહી તેજ કરી હતી, જેમાં મકાનોને વિસ્ફોટોથી ઉડાવી દેવામાં આવ્યા હતા અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ નકશો એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકાએ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 10 દિવસના સીઝફાયરની જાહેરાત કરી હતી. ઇતિહાસ અને વર્તમાન સ્થિતિને જોતા આ વિસ્તારમાં હજુ પણ તણાવ યથાવત છે અને શાંતિની આશા ઓછી દેખાઈ રહી છે.


સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં 'બફર ઝોન'નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય 2 - image



Source link

Related Articles

Back to top button