मनोरंजन

અલ્લુ અર્જુન રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે | Allu Arjun will shift to Mumbai for some time for the shooting of Raka



– હૈદરાબાદથી અપડાઉનમાં બહુ સમય વેડફાય તેમ છે

– ફિલ્મના મોટાભાગના કલાકારો બોલિવુડના હોવાથી અલ્લુ પોતે એડજેસ્ટ થશે

મુંબઈ: અલ્લુ અર્જુન એટલીની આગામી ફિલ્મ ‘રાકા’ના શૂટિંગ માટે આગામી બે-ત્રણ વર્ષ સુધી મુંબઈ જ શિફ્ટ થઈ જાય તેવી સંભાવના છે. આ ફિલ્મના અન્ય કલાકારો દીપિકા પાદુકોણ, જાહ્નવી કપૂર, મૃણાલ ઠાકુર પણ મુંબઈમાં જ હોવાથી અલ્લુએ જાતે એડજેસ્ટ થવાનું નક્કી કર્યું છે. એટલી પણ મોટાભાગનું શૂટિંગ મુંબઈમાં જ કરવાનો છે. 

અલ્લુએ હૈદરાબાદ અવરજવરમાં તેનો બહુ સમય વેડફાય નહિ તે માટે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ટ્રીપલ રોલમાં હોવાની ચર્ચા છે. આથી, અન્ય કલાકારોનો સ્ક્રીન ટાઈમ ઓછો હશે પરંતુ બધાને અલ્લુ સાથે સ્ક્રીન શેર કરવાની છે. આથી સેટ પર અલ્લુની હાજરીની સતત જરુર પડે તેમ છે. 

આ ફિલ્મ આશરે ૭૦૦  કરોડનું બજેટ ધરાવતી હોવાનું કહેવાય છે. 

આ વર્ષના અંત સુધીમાં મોટાભાગનું શૂટિંગ  પતાવી  દેવાનો એટલીનો ઈરાદો છે.



Source link

Related Articles

Back to top button