दुनिया

‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં ઈરાને કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે | Iran US Tensions Trump s Claims Denied as Iran Threatens Strait of Hormuz Closure


Iran-US Tensions: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરતા તેમના પર ખોટા દાવા કરવાનો આરોપ લગાવ્યો છે. ગાલિબફે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ટ્રમ્પે એક કલાકમાં સાત દાવા કર્યા અને તે તમામ ખોટા હતા. તેમણે ચેતવણી આપી છે કે જો ઈરાની બંદરો પર અમેરિકા દ્વારા કરવામાં આવેલી નાકેબંદી ચાલુ રહેશે, તો હોર્મુઝ સ્ટ્રેટ હવે મુક્ત રહેશે નહીં. ઈરાની નેતાના મતે, આ મહત્ત્વના દરિયાઈ માર્ગ પર અવરજવર હવે ઈરાનના નિયંત્રણમાં હશે અને રસ્તાઓ રાજકીય સંદેશાઓને બદલે ‘ઝમીની હાલત’ના આધારે નક્કી કરવામાં આવશે.

ઈરાનની નવી વ્યવસ્થા અને કડક નિયમો

બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ઈરાન શાંતિ સમજૂતી માટે તૈયાર છે અને તે પોતાનો ન્યૂક્લિયર પ્રોગ્રામ રદ કરી શકે છે. ટ્રમ્પ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંકેત આપ્યો હતો કે લેબેનોનમાં સીઝફાયર બાદ હોર્મુઝનો માર્ગ કોમર્શિયલ જહાજો માટે ખુલ્લો છે. જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોઈ અંતિમ સમજૂતી ન થાય ત્યાં સુધી ઈરાન પર અમેરિકન નેવીની નાકેબંદી ચાલુ રહેશે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ અઝીઝીએ પણ સુર પૂરાવતા કહ્યું છે કે હવે આ માર્ગ પરથી પસાર થતા જહાજોએ ઈસ્લામિક ગણરાજ્ય દ્વારા નક્કી કરાયેલી નવી વ્યવસ્થાનું પાલન કરવું પડશે.

વૈશ્વિક ઓઇલ સપ્લાય પર ખતરો

આ નિવેદનો એવા સમયે સામે આવ્યા છે જ્યારે ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલું સીઝફાયર અત્યારે જળવાયેલું હોય તેમ લાગે છે. આ યુદ્ધવિરામ થવાથી હજારો વિસ્થાપિત લેબેનાની પરિવારો હવે સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. જોકે, બીજી તરફ હોર્મુઝ જેવો વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ જો ઈરાન બંધ કરે અથવા તેના પર કડક નિયંત્રણો લાદે, તો તેની સીધી અસર દુનિયાભરના શિપિંગ અને ઓઇલ સપ્લાય પર પડી શકે છે. હાલમાં અમેરિકા અને ઈરાન બંને તરફથી જે રીતે વિરોધાભાસી નિવેદનો આવી રહ્યા છે, તેના કારણે મધ્ય પૂર્વમાં ફરી અનિશ્ચિતતા અને તણાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે.

આ પણ વાંચો: અમેરિકા-ઇરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીતની તારીખ નક્કી! શાંતિ મંત્રણા ફરી ઈસ્લામાબાદમાં

ટ્રમ્પે કરેલા સાત દાવાઓ

1. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે વાતચીત સારી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ કોઈ સમજૂતી થઈ શકે છે.

2. ઈરાન પોતાનું સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને આપી દેશે અને બંને દેશો સાથે મળીને તેને બહાર કાઢશે.

3. ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં.

4. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી છે અથવા ટૂંક સમયમાં ખુલી જશે, જેથી જહાજોની અવરજવર ફરીથી સામાન્ય થઈ જશે.

5. આ સમજૂતી અંતર્ગત કોઈ પણ પ્રકારના પૈસા આપવામાં આવશે નહીં.

6. ઈરાને દરિયામાં બિછાવેલી માઈન્સ હટાવી દીધી છે અથવા હટાવી રહ્યું છે.

7. પરિસ્થિતિ હવે શાંત થઈ રહી છે અને અમેરિકાની સ્થિતિ ઘણી મજબૂત હોવાનું મનાય છે.


'ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં...' ભડકેલાં ઈરાને કહ્યું - હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે 2 - image



Source link

Related Articles

Back to top button