दुनिया

10 દિવસ તો શું 10 કલાક પણ ન ટક્યો, ઈઝરાયેલ-લેબેનોન વચ્ચેનો યુધ્ધ વિરામ | The ceasefire between Israel and Lebanon last 10 days not even 10 hours



– અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુધ્ધ-વિરામ જાહેર કર્યો હતો, ત્યાં ઈઝરાયલે દક્ષિણી લેબેનોન પર થોડા થોડા સમયે ગોળીબાર શરૂ કરી દીધો

નવી દિલ્હી : ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ૧૦ દિવસના યુધ્ધ-વિરામની પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કર્યા પછી દસ કલાકમાં જ તે યુધ્ધ-વિરામ ભાંગી પડયો છે. વાસ્તવમાં ગઇકાલે મધરાતના ૧૨ અને એક મિનિટથી આ યુધ્ધ-વિરામ અમલી બન્યો હતો. તેવામાં ઈઝરાયલ આર્ટીલરીએ સરહદ પાસેના ખિયામ અને ડિબ્બિન શહેરોને નિશાન બનાવી તોપમારો શરૂ કરી દીધો.

આ માહિતી આપતા અલ જજીરા જણાવે છે કે પશ્ચિમની બેકા ખીણમાં રાશીયા ક્ષેત્ર અને જબલ-અલ-શેખના પશ્ચિમના ઢાળો ઉપર ઈઝરાયલના રોહી-વિમાન ઉડતાં હતાં. સીએનએનના રિપોર્ટ પ્રમાણે : પહેલા ઈઝરાયલી સેનાએ તે ગામોના નિવાસીઓને ચેતવણી આપી હતી અને તેમને દક્ષિણે નહીં આવવા ચેતવણી પણ આપી દીધી હતી.

ઈઝરાયલી સેનાના પ્રવકતા અવિયાએ અટ્રાઇનીએ કહ્યું હતું કે, ઈઝરાયલી સૈનિકોએ પોતાની સ્થિતિ મજબૂત કરી નાખી છે. આનો અર્થ તે જ થયો કે ઈઝરાયલી સૈનિકો ત્યાંથી પાછા નહીં હઠે.

અટ્રાઇનીએ કહ્યું કે, પોતાની સલામતી અને પોતાના પરિવારની સલામતીની દ્રષ્ટિએ તમોને બિનાની નદીની દક્ષિણે નહીં જવા અનુરોધ કરવામાં આવે છે.

આ પછી ઈઝરાયલી સેનાએ તોપમારો શરૂ કરી દીધો. આમ ૧૦ દિવસ ચાલનારો યુધ્ધ વિરામ માત્ર  ૧૦ કલાકમાં જ પડી ભાંગ્યો.



Source link

Related Articles

Back to top button