સુરત : ઘરકંકાસે એન્જિનિયર પતિનો ભોગ લીધો, શિક્ષિકા પત્ની સાથે ઝઘડા બાદ આપઘાત કર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને એન્જિનિયર તરીકે કામ કરતો યુવાન કોરોના મહામારી વચ્ચે ઘરેથી કામ કરતો હતો. જોકે નવા મકાનને લઈને છેલ્લા કેટલાક સમયથી તેનો પોતાની શિક્ષિકા પત્ની પતિ સાતે ઝઘડો કરતી હતી. જેને લઈને આવેશમાં આવેલા પતિ એ જ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મેચ જવા પામ્યો હતો. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
સુરતમાં સતત આપઘાતની ઘટા બની રહી છે, કેટલાક લોકો કોરોના મહામારીમાં પોતાનો કામ ધંધો છૂટી જતા તો કેટલાક લોકો પોતાના પરિવારનું આર્થિક જરૂરિયાત પુરી ન કરી શકતા હોય કેટલાક લોકો કોરોનાકાળમાં ઘરેથી કામ કરતા ઘર્મપરિવારના સભ્યો સાથે કોઈ બાબતે ઝઘડો થતા આવેશમાં આવીને આપઘાત કરી લેતા હોય છે.
ત્યારે વધુ એક આપઘાતને લઈ ઘટના સામે આવી છે. જોકે મૂળ ઉત્તર પ્રદેશના વતનીને હાલમાં સુરતના ભેસ્તાન ખાતે આવેલ દીપજ્યોત સોસાયટીમાં રહેતા પોતાના પરિવાર સાથે સંતોષ રામશંકર યાદવ રહેતો હતો. જોકે, પોતે એન્જિનિયર લઇને મુંબઈની કંપનીમાં કામ કરતો હતો જોકે કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી ઘરેથી ઓનલાઇન કામ કરતો હતો.