राष्ट्रीय

અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ભારતને મોટો ફટકો, અર્થતંત્રની યાદીમાં ગગડીને ચોથાથી છઠ્ઠા સ્થાને પહોંચ્યું | India economy falls from fourth to sixth place due to US Iran war



– જાપાન અને બ્રિટન ચોથા અને પાંચમા સ્થાને આવ્યા

– ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર 2026માં 6.5 ટકા રહેવાની સંભાવના: યુદ્ધ ચાલુ રહે તો વૃદ્ધિદર ઘટશે

Iran and USA War Effect on India : અમેરિકા-ઇરાન યુદ્ધની ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર થઈ છે. તેના કારણે એક સમયે વિશ્વનું ચોથા નંબરનું ભારતીય અર્થતંત્ર હવે છઠ્ઠા નંબરનું ઇકોનોમી બની ગયું છે. આમ તે બે સ્થાન નીચે ઉતરી ગયું છે. ભારતે એક સમયે બ્રિટન અને જાપાનને પાછળ છોડી દીધા હતા અને જર્મનીને પણ ત્રીજા સ્થાનેથી હટાવી દેવાની તૈયારીમાં હતુ, પરંતુ અમેરિકા-ઇરાન યુદ્ધે પાણી ફેરવી દીધું. 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના છઠ્ઠા વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક મુજબ ભારતના જીડીપીના આંકડામાં થયેલા ઘટાડાના લીધે તે બે સ્થાન નીચે ઉતરી ગયું છે. આ બતાવે છે કે ભારતીય અર્થતંત્ર આટલું સંકોચાયું છે. 

આઇએમએફના અંદાજ મુજબ એપ્રિલ 2026માં ભારતનો જીડીપી 4.15 લાખ કરોડ અમેરિકન ડોલર હતો. જ્યારે યુકેનો 4.26 લાખ કરોડ ડોલર સાથે પાંચમાં અને અને જાપાનનું અર્થતંત્ર 4.38 લાખ કરોડ ડોલર સાથે ચોથા સ્થાને છે. 

અમેરિકા 32.38 લાખ કરોડ ડોલરના જીડીપી સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. ચીન 21 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર છે. જ્યારે ત્રીજા નંબરે આવતું જર્મની 5.45 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર છે. દોઢ મહિનાના યુદ્ધમાં જ ભારતના આ હાલ થઈ ગયા છે. હવે જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ભારતનું અર્થતંત્ર હજી પણ નીચે ઉતરી શકે છે. 

જો કે આઇએમએફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતનું અર્થતંત્ર 2026 માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. તેમા હાલમાં ચાલતા યુદ્ધને પણ ગણતરીમાં લઈ લેવાયું છે. આ બતાવે છે કે ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત છે. તેની સાથે તેણે ઉમેર્યુ હતું કે હાલમાં યુદ્ધની જે સ્થિતિ છે તે જળવાયેલી રહે અને ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૩૦ ડોલરની આસપાસ રહે તો ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટીને 6.3 ટકા થઈ જશે. 

ભારત પછી ફ્રાન્સ સાતમાં સ્થાને 3.6 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે આવે છે. ફ્રાન્સ પછી ઇટાલી 2.74 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે આઠમાં સ્થાને આવે છે. યુક્રેન સાથે ચાર વર્ષથી ચાલતા યુદ્ધ છતાં પણ રશિયા 2.66 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે નવમાં સ્થાને આવે છે. જ્યારે બ્રાઝિલ 2.66 લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે દસમાં ક્રમે આવે છે. આમ અહીં મહત્ત્વની વાત એ છે કે ટોચના દસ દેશમાં બ્રિક્સના ત્રણ દેશો છે. 

જો કે આ ઘટાડા છતાં પણ વૈશ્વિક વૃદ્ધિનું પ્રેરકબળ તો એશિયા જ રહેશે અને એશિયાની વૃદ્ધિનો 70 ટકા હિસ્સો ભારત અને ચીનનો રહેશે. અમેરિકાના ેટરિફની અનિશ્ચિતતા છતાં પણ 2025 માં પાંચ ટકા વૃદ્ધિ નોંધાવનારુ એશિયા 2026 માં 4.4 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી શકે છે. 

એશિયા ક્રૂડ ઓઇલના કુલ વપરાશમાં 38 ટકા અને ગેસમાં 24 ટકા હિસ્સો ધરાવે છે ત્યારે તેના ઊંચા ભાવ એશિયાઈ અર્થતંત્રોને ફટકો મારી શકે છે. આ ઉપરાંત એશિયા કુલ વૈશ્વિક રિફાઇનિંગ ક્ષમતાની 35 ટકા ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતા મુખ્યત્વે ભારત, ચીન, સાઉથ કોરીયા અને સિંગાપોરમાં આવેલી છે. 

આઇએમએફ એશિયા પેસિફિકના ડિરેક્ટર ક્રિષ્ના શ્રીનિવાસને જણાવ્યું હતું કે 2025ના અંતમાં એશિયાઈ અર્થતંત્રો મજબૂત થયા હતા. તેમની મજબૂતાઈ અપેક્ષા કરતાં સારી વપરાશી માંગ અને સાનુકૂળ નીતિઓ તથા નાણા સંસ્થાઓને આભારી હતી. 



Source link

Related Articles

Back to top button