दुनिया

અલીબાબાએ ટેક્સટથી 3-ડી દુનિયા બનાવતું એઆઈ મોડલ રજૂ કર્યું | Alibaba introduces AI model that creates 3D worlds from text



– હેપ્પી ઓઈસ્ટર નામનું એઆઈ મોડલ ચર્ચામાં

– ટેકનોલોજીકલ ફિલ્મમેકિંગ, ગેમ ડેવલપમેન્ટ, સ્ટોરીબોર્ડિંગ અને ઈન્ટરેક્ટિવ કન્ટેન્ટ માટે ઉપયોગી

બેઈજિંગ : ચીની ટેક જાયન્ટ કંપની અલીબાબાએ હેપ્પી ઓઈસ્ટર નામનું નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ રજૂ કર્યું છે. આ મોડલ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ પરથી રીઅલ-ટાઈમમાં ઇન્ટરેક્ટિવ ૩ડી દુનિયા બનાવી શકે છે.

કંપનીના જણાવ્યા મુજબ, આ મોડલ પરંપરાગત એઆઈ વીડિયો જનરેટરથી અલગ છે. સામાન્ય ટૂલ્સમાં એક વખત પ્રોમ્પ્ટ આપ્યા પછી વીડિયો તૈયાર થાય છે.  જ્યારે હેપ્પી ઓઈસ્ટર સતત બદલાતી અને યુઝરના કંટ્રોલ હેઠળ ચાલતી ૩ડી દુનિયા બનાવે છે.

આ મોડલમાં બે મુખ્ય મોડ આપવામાં આવ્યા છે. ડિરેક્ટિંગ મોડમાં યુઝર કેમેરા એંગલ, પાત્રો અને દ્રશ્યોેને તરત જ બદલી શકે છે. જ્યારે, વેન્ડરિંગ મોડમાં એક પ્રોમ્પ્ટ પરથી તૈયાર થયેલી દુનિયામાં યુઝર ફરી શકે છે અને નવા દ્રશ્યોને શોધી શકે છે.

કંપનીનું કહેવું છે કે આ ટેકનોલોજી ફિલ્મમેકિંગ, ગેમ ડેવલપમેન્ટ, સ્ટોરીબોર્ડિંગ અને ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ બનાવવા માટે ઉપયોગી બની શકે છે. રીઅલ-ટાઈમમાં દ્રશ્યો બદલવાની ક્ષમતા તેને ક્રિએટિવ સેક્ટર માટે મહત્વપૂર્ણ સાધન બનાવી શકે છે. હાલમાં, હેપ્પી ઓઈસ્ટર સીમિત યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. તેના ટ્રાયલ માટે વેઇટલિસ્ટ સિસ્ટમ રાખવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button