બ્રિટન ચાલુ વર્ષે યુક્રેનને 1.20 લાખ ડ્રોન પૂરા પાડશેઃ સ્ટાર્મરની ખાતરી | Britain will supply 120 000 drones to Ukraine this year: Starmer assures

![]()
– રશિયાના મિસાઇલ હુમલામાં બેનાં મોત, અનેક ઘાયલ
– યુરોપીયન દેશો 90 અબજ ડોલરની સહાય પૂરી પાડે તે માટે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી યુરોપ ગયા
લંડન : અમેરિકા યુદ્ધમાં રોકાયેલું હોવાથી હવે રશિયા સાથે કોઈ વાટાઘાટ ન થવાની હોવાના કારણે ઝેલેન્સ્કી યુરોપે ૯૦ અબજ ડોલરની સહાયની ખાતરી આપી હતી તેના માટે યુરોપના ત્રણ દેશોની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન બ્રિટને યુક્રેનને ચાલુ વર્ષે ૧.૨૦ લાખ ડ્રોન પૂરા પાડવાની ખાતરી આપી છે. તેમાં લાંબા અંતરના એટેકર ડ્રોન, ઇન્ટેલિજન્સ રિકૈનાન્સન્સ અને લોજિસ્ટિક્સ ડ્રોન તથા મરીન ડ્રોનનો સમાવેશ થાય છે. આના પગલે યુક્રેનનો ડ્રોન કાફલો વધુ ઘાતક બનશે તેવો તેનો દાવો છે.
યુક્રેન રશિયાના હુમલાનો સામનો કરવા માટે વધુને વધુ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માંગે છે અને બનાવવા પણ માંગે છે. હાલમાં તો તેને ત્યાં ચાલતા યુદ્ધના કારણે તે તેનું ઉત્પાદન કરી ન શકતા તેણે યુરોપીયન દેશો પર નજર દોડાવી છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા લગભગ દરરોજ અમારા પર હુમલો કરે છે, અમારે તેના માટે એર ડિફેન્સ સિસ્ટમ જોઈએ છે. અમેરિકાની પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ અમને ઘણી ઉપયોગી નીવડી છે, અમારે હજી આ પ્રકારની ઘઘણી મિસાઇલ બનાવવાી છેે.
રશિયા સાથે ચાર વર્ષથી ચાલતા યુદ્ધના કારણે યુક્રેને પોતાની મિસાઇલ સિસ્ટમ તો બનાવી છે. આ મિસાઇલો રશિયામાંથી છોડવામાં આવતા મોટાભાગના ડ્રોન અને મિસાઇલને આંતરી લે છે. રશિયન મિસાઇલને આંતરતી મિસાઇલના લીધે યુક્રેનને ઘણી રાહત થઈ છે. ઝેલેન્સ્કીએ જર્મન વિદેશપ્રધાન બોરિસ પિસ્તોરિયસ, બ્રિટિશ ડિફેન્સ સેક્રેટરી જહોન હીલી અને નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથે વાતચીત કરી હતી.
રશિયાએ આ દરમિયાન યુક્રેન પર કરેલા હુમલામાં એક બાળક સહિત બેના મોત થયાં હતાં.
રશિયાએ ૩૨૫થી વધુ ડ્રોન અને ત્રણ બેલિસ્ટિક મિસાઇલની સાથે હુમલો કર્યો હતો. યુક્રેનના લશ્કરી દળોએ રશિયાના ૩૦૯ મિસાઇલ આંતર્યા હોવાનો દાવો કર્યો છે.બીજી બાજુએ યુક્રેનના ડ્રોન રશિયાની સરહદથી છેક અંદર ૧,૩૦૦ કિલોમીટર ઉંડી સુધી જઈને મારમારી કરી શકે છે.



