ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાનું મોટું નુકસાન, 2000 કરોડનું MQ-4C ટ્રાઇટન ક્રેશ, 25 ડ્રોન તૂટી પડ્યા | US Loses ₹2000 Crore MQ 4C Triton Drone Amid Iran Tensions 25 Surveillance Drones Crashed

| Image Source – northropgrumman.com |
US Military Loss War Against Iran : ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાનું 2000 કરોડ રૂપિયાનું MQ-4C ટ્રાઈટન ડ્રોન ક્રેશ થતા અને 25 ડ્રોન તૂટી પડતા મોટું નુકસાન થયું છે. યુએસ નેવલ સિક્યુરિટી કમાન્ડ સત્તાવાર પુષ્ટી કરી છે કે, MQ-4C ટ્રાઈટન ડ્રોન ક્રેશ થયું હતું. આ અંગે યુએસ નેવલ સિક્યુરિટી કમાન્ડે સત્તાવાર પુષ્ટી કરી છે. તે વખતે ઈરાનની સેનાએ તેને તોડી પાડ્યું હોવાનો અને અમેરિકાએ ક્રેશ થયું હોવાનો અને કોઈને ઈજા ન થઈ હોવાનો દાવો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
મોંઘામાં મોઘું ડ્રોન ક્રેશ થયું છતાં ક્લાર-A કેટેગરીમાં રખાયું
9 એપ્રિલના રોજ MQ-4C ટ્રાઈટન ડ્રોન પર્સિયન ગલ્ફમાં પર ઉડી રહ્યું હતું. આ દરમિયાન તે અચાનક ફ્લાઈટ ટ્રેકિંગ સિસ્ટમમાંથી ગાયબ થઈ ગયું હતું. યુએસ નેવલ સિક્યુરિટી કમાન્ડના રિપોર્ટમાં લખાયું છે કે, એક MQ-4C (ડ્રોન) ક્રેશ થયું. આમાં કોઈને ઈજા થઈ નથી. સુરક્ષાના કારણોસર લોકેશન જાહેર કરવામાં આવ્યું નથી. આ ઘટનાને ક્લાસ-A મિસહૈપ (ઉડ્ડયન દરમિયાન થયેલી દુર્ઘટનાઓ) માનવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, 25 લાખ ડૉલરથી વધુનુ નુકસાન થયું હોવા છતાં તેને આ કેટેગરીમાં રખાઈ છે.

MQ-4C ડ્રોનની ખાસિયત
- નૉથ્રૉપ ગ્રુમ્મન કંપનીએ બનાવેલું MQ-4C ડ્રોન દેખાવમાં લગભગ ‘RQ-4 ગ્લોબલ હૉક’ જેવી જ છે, જોકે બંનેમાં ક્ષમતાઓ જુદી જુદી છે.
- MQ-4Cમાં લાંબા સમય સુધી ખૂબ ઊંચાઈ પર ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે.
- આ ડ્રોન 50,000 ફૂટ ઉપર ઉડી શકે છે અને સતત 24 કલાક સુધી આકાશમાં રહી શકે છે.
- તેનામાં 7400 દરિયાઈ માઈલ જેટલું અંતર કાપવાની ક્ષમતા છે.
- આ ડ્રોન મુખ્યત્વે દરિયામાં દેખરેખ રાખે છે, ગુપ્ત માહિતી એકત્ર કરે છે અને જો કોઈ ખતરો દેખાય તો તાત્કાલીક માહિતી મળી જાય છે.
- તેમાં મલ્ટી-ઈન્ટેલિજન્સ સેન્સર છે, એટલે કે તે 360 ડિગ્રી સુધી ખૂબ જ મોટા વિસ્તાર પર તમામ પ્રકારની નજર રાખી શકે છે.
- સૌથી મોટી ખાસીયત એ છે કે, તે રીયલ ટાઈમ ડેટા અન્ય સૈન્ય જહાજો અને વિમાનોને પહોંચાડી શકે છે, જેનાથી અમેરિકન સેના દરિયાઈ વિસ્તારોમાં સતત સરળતાથી નજર રાખીને માહિતી મેળવી શકે છે.
- નૉથ્રૉપ ગ્રુમ્મને કહ્યું છે કે, MQ-4C ડ્રોન અન્ય ડ્રોન કરતા ચાર ઘણા વધુ વિસ્તારને કવર કરે છે અને તેનો ખર્ચ પણ ઓછો આવે છે.
![]() |
| Image Source – www.ga-asi.com |
અમેરિકાએ 24 MQ-9 રીપર ડ્રોન પણ ખોયા
ચોંકાવનારી વાત એ છે કે, ચીનની સમાચાર એજન્સી શિન્હુઆએ સીબીએસ સમાચારને ટાંકીને કહ્યું છે કે, ‘અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ શરૂ થયું, ત્યારે એપ્રિલના પ્રથમ સપ્તાહથી અત્યાર સુધીમાં અમેરિકાએ 24 MQ-9 રીપર ડ્રોન પણ ખોયા છે. તેની કુલ કિંમત 720 મિલિયન ડૉલર એટલે કે લગભગ 6727 કરોડ રૂપિયા છે. આ ડ્રોન માત્ર દેખરેખ જ નહીં, ચોક્કસ હુમલા કરવાની પણ ક્ષમતા ધરાવે છે.




