दुनिया

સૌથી મોટા મુસ્લિમ દેશ સાથે અમેરિકાની ડીલે ચીનની ઊંઘ ઊડાડી, સમુદ્રને ‘હથિયાર’ બનાવશે ટ્રમ્પ | donald trump indonesia defense deal malacca strait china economic threat




Donald Trump Indonesia Defense Deal : દુનિયાની સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ચીન સાથે સંબંધો સુધારવા માટે બીજિંગ પ્રવાસની તૈયારીઓ બતાવી રહ્યા હોય, પરંતુ પડદા પાછળ ખેલ કંઈક અલગ જ ચાલી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસને ચીનને ચારેબાજુથી ઘેરવા માટે એક એવો દાવ ખેલ્યો છે જેણે બીજિંગની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકા હવે ઇન્ડોનેશિયા સાથે મોટો સંરક્ષણ કરાર કરવા જઈ રહ્યું છે, જેનો સીધો નિશાન ચીનની સૌથી નબળી કડી ગણાતી મલક્કાની ખાડી છે.

શું છે ચીનની મલક્કા ડિલેમા?

ચીની અર્થતંત્ર માટે મલક્કાનો રસ્તો લાઈફલાઈન સમાન છે. 2003માં તત્કાલીન ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતિાઓએ મલક્કા ડિલેમા શબ્દ આપ્યો હતો. તેમને ડર હતો કે, ભવિષ્યમાં ભારત અને અમેરિકા જેવી શક્તિઓ આ રસ્તો બ્લોક કરીને ચીનની અર્થવ્યવસ્થાને તબાહ કરી શકે છે. આજે પણ ચીનનો મોટાભાગનો તેલ અને ગેસ પુરવઠો આ 900 કિલોમીટર લાંબા સાંકડા સમુદ્રી માર્ગેથી પસાર થાય છે.

ઇન્ડોનેશિયા સાથેની સીક્રેટ મીટિંગથી ચીન ફફડ્યું

વોશિંગ્ટનમાં અમેરિકી રક્ષા સચિવ પીટ હેગસેથ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો વચ્ચે થયેલી બેઠકે ચીનની ચિંતા વધારી છે. આ ડીલ હેઠળ ઇન્ડોનેશિયા અમેરિકાને તેના એરસ્પેસના ઉપયોગની મંજૂરી આપી શકે છે. જો અમેરિકાને અહીંથી ઓપરેશન ચલાવવાની છૂટ મળે, તો તે હિંદ મહાસાગરથી લઈને દક્ષિણ ચીન સાગર સુધી ચીનની દરેક હિલચાલ પર બાજ નજર રાખી શકશે.

આ પણ વાંચો: યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી

સમુદ્ર બનશે ટ્રમ્પનું હથિયાર

ટ્રમ્પ પ્રશાસન હવે જમીન પર યુદ્ધ લડવાને બદલે એવા સમુદ્રી રસ્તાઓ પર કબજો જમાવી રહ્યું છે જ્યાંથી ચીનની આર્થિક નસ પસાર થાય છે. અમેરિકા ઈચ્છે છે કે તેણે દરેક વખતે પરવાનગી લેવાને બદલે માત્ર નોટિસ આપીને ઇન્ડોનેશિયાના એરબેઝ વાપરી શકાય, એરબેઝનો સીધો ઉપયોગ હાથવગો થઇ જશે. ગલ્ફ દેશો અને આફ્રિકાથી આવતા તેલના ટેન્કરો આ જ રસ્તેથી પસાર થાય છે. અમેરિકી નૌસેનાની હાજરી ચીન પર એવું સાયલન્ટ પ્રેશર ઉભું કરશે જેનો તોડ બીજિંગ પાસે નથી.

ચીનના તમામ પ્રયાસો નિષ્ફળ?

ચીને આ જાળમાંથી નીકળવા માટે રશિયા અને મધ્ય એશિયામાં પાઈપલાઈન બિછાવી, મ્યાનમાર કોરિડોર બનાવ્યો અને પાકિસ્તાનના ગ્વાદરથી લઈને જિબૂતી સુધી સ્ટ્રિંગ ઓફ પર્લ્સ બનાવી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જમીન માર્ગે તેલ મંગાવવું ખૂબ મોંઘું છે અને ચીનની ઉર્જા જરૂરિયાતો હજુ પણ સમુદ્રી માર્ગ પર જ નિર્ભર છે.



Source link

Related Articles

Back to top button