दुनिया

ભારતનાં ૭૫ ટકા વાલી બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા રાજી | india pc parents ready to ban social media for children



(પીટીઆઇ)     લંડન,
તા. ૧૪

ભારતનાં માતા-પિતાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાને જોરદાર સમર્થન આપ્યું છે. મંગળવારે બ્રિટનમાં
શિક્ષણ સાથે જોડાયેલી ચેરિટી સંસ્થા વાર્કી ફાઉન્ડેશન દ્વારા જારી એક નવા વૈશ્વિક
સંશોધનમાં ભારતને મલેશિયા (૭૭ ટકા) પછી બીજો સૌથી મોટો સ્કોર (૭૫ ટકા) મળ્યો છે.

ફાઉન્ડેશનનું ફેમિલી ફર્સ્ટ વિશ્લેષણ ઓસ્ટ્રેલિયા દ્વારા
તાજેતરમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા
પ્રતિબંધ પછી જારી કરવામાં આવ્યું છે.

આ રિસર્ચ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયા
પછી અન્ય કેટલાક દેશો પણ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર
પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યાં છે.

ભારતમાં જનરેશન ઝેડનાં મોટા ભાગનાં જવાબ આપનારાઓ (૭૩ ટકા)એ
પણ આ પ્રકારનાં પ્રતિબંધને સમર્થન આપ્યું છે. જે સર્વેમાં સામેલ તમામ દેશોમાં સૌથી
વધારે છે.

રિસર્ચમાં એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે આ વાત એટલા
માટે પણ ખાસ છે કારણકે આ પ્રથમ એવી પેઢી છે જે બાળપણથી જ સોશિયલ મીડિયા સાથે
સંકળાયેલી છે.

આ રિસર્ચમાં સામેલ દેશોમાં ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જાપાન, કેન્યા, મલેશિયા, નાઇજિરિયા, સ્વીડન, યુએઇ, યુકે અને યુએસ
સામેલ હતાં.

મલેશિયા,
ભારત અને ફ્રાન્સ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે સૌથી આગળ હતાં ત્યાં જ
જાપાનમાં આ યાદીમાં સૌથી છેલ્લે છે. ત્યાં ૩૮ ટકા માતા-પિતાએ ૧૬ વર્ષથી ઓછી
ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની તરફેણ કરી હતી.

 

 



Source link

Related Articles

Back to top button