પુનિતનગરના રહેણાક મકાનમાંથી રૂ. 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 2 53 lakh seized from a residential house in Punitnagar

![]()
– ધ્રાંગધ્રા પોલીસની બાતમીના આધારે તવાઈ
– પોલીસે દારૂની 3327 બોટલ અને 240 બિયરના ટીન કબજે કર્યા : આરોપી ફરાર
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા સીટી પોલીસે પુનિતનગર વિસ્તારમાં બાતમીના આધારે રેડ પાડી રહેણાક મકાનમાંથી ૨.૫૩ લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રા શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સીટી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પુનિતનગર વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. બાતમીના આધારે ઇન્ચાર્જ પીએસઆઇ સહિતના સ્ટાફે તાત્કાલિક રેડ કરી હતી.
મકાનની તલાશી લેતા પોલીસને વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કુલ ૩૩૨૭ બોટલો તથા બિયરના ૨૪૦ નંગ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.૨,૫૩,૪૯૨નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા મનુભા જાડેજા પોલીસને હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.



