गुजरात
Vijay Rupani Resignation : ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, આવતીકાલે નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવશે
Anil Makwana

ગાંધીનગર
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવંત્સરી ના બીજા દિવસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ, પછી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું.
નવા મુખ્યમંત્રી તરીકે આ પાંચ નામો છે ચર્ચામાં
નવા મુખ્યમંત્રી તરીકે ના નામ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પરષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગોરધન ઝડફિયાનું નામ ચાલી રહ્યું છે.