गुजरात
ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper on Golden Bridge

![]()
વડોદરા,નેશનલ હાઇવે પર ગોલ્ડન બ્રિજ પર પાર્ક કરેલા ડમ્પરમાં પાછળથી એક ટ્રક ઘુસી જતા ડ્રાઇવરને ગંભીર ઇજા થઇ હતી. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
યુ.પી.ના ભદોઇ જિલ્લાના ઔરાઇ તાલુકાના અકેલવા ગામે રહેતો સભાજીત વિજયબહાદુર યાદવ અમદાવાદના એક ટ્રાન્સપોર્ટરની ત્યાં ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે તે સુરતથી ગાડીમાં માલ ભરીને અમદાવાદ આવવા નીકળ્યો હતો. મળસ્કે પોણા ચાર વાગ્યે તે ગોલ્ડન બ્રિજ પરથી જતો હતો. બ્રિજ પર કોઇપણ સાવચેતી કે આડશના બોર્ડ વગર પાર્ક કરેલા ડમ્પરમાં પાછળથી સભાજીત યાદવની ટ્રક ઘુસી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. બ્રિજ પર ડમ્પર પાર્ક કરીને જતા રહેલા ડ્રાઇવર સામે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.



