गुजरात

ચોટીલામાં નશામાં ડ્રાઈવરે પીકઅપ વાહન વાછરડી પર ચડાવી દેતા મોત | In Chotila a drunk driver ran over a calf with a pickup truck killing him



– અગાઉ કૂતરા પર ગાડી ચડાવ્યાનો આક્ષેપ : કડક કાર્યવાહીની માંગ

– રસ્તા પર ઊભેલી અબોલ વાછરડીને કચડી ચાલક ફરાર : ગૌસેવકો અને રહીશોમાં ભારે આક્રોશ

ચોટીલા : યાત્રાધામ ચોટીલાની પરમેશ્વર પાર્ક સોસાયટીમાં ગત મોડી રાત્રે માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત એક પીકઅપ ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી રસ્તા પર ઉભેલી એક નિર્દોેષ વાછરડી પર ટાયર ફેરવી દેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. 

પીકઅપવાન ચાલકની ક્રૂરતાને પગલે સ્થાનિક રહીશો અને ગૌસેવકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિક ગૌસેવક સુરેશભાઈ ડાભી દ્વારા આ ઘટનાની જાણ હરેશભાઈ ચૌહાણને કરવામાં આવતા ગૌસેવકોના ટોળા પોલીસ સ્ટેશને ઉમટી પડયા હતા. રહીશોના જણાવ્યા મુજબ, આરોપીનું નામ વિશાલ છે અને તે મૂળ સુખપરાનો વતની છે. લોકોનો ગંભીર આક્ષેપ છે કે આ શખ્સ અવારનવાર નશાની હાલતમાં વાહન ચલાવે છે અને અગાઉ પણ તેણે કૂતરા જેવા અબોલ જીવો પર ગાડી ચડાવી હોવાની ઘટનાઓ બની છે.

ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે, જ્યારે વાછરડીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આવા વિકૃત અને નશાખોર શખ્સો સામે કડક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં કોઈ મનુષ્ય પણ તેનો ભોગ બની શકે છે. હાલ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button