राष्ट्रीय

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakti Vandan Adhiniyam: Opposition Slams Women’s Reservation Bill as Political Maneuver


Nari Shakti Vandan Adhiniyam : દેશની લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટેના બિલ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પર ભારે રાજકારણ શરૂ થઈ ગયું છે. આ બિલ મુદ્દે આજે વિપક્ષની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, અમે મહિલા અનામત બિલના સમર્થમાં છીએ, પરંતુ તેને લાગુ કરવાની સરકારની નીતિમાં જ ખોટ છે. 

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં : ખડગે

ખડગેએ વિપક્ષોની બેઠક બાદ કહ્યું કે, ‘વિપક્ષની તમામ પાર્ટીએ મહિલા અનામત બિલના સમર્થનમાં છે, પરંતુ કેન્દ્ર સરકાર પોતાના રાજકીય ફાયદા માટે તે બિલ લઈને આવી છે. અમે હંમેશા આ બિલનું સમર્થન કર્યું છે, પરંતુ તે બિલ જૂના ફેરફારો સાથે લાગુ કરવામાં આવે, તેવી અમારી માંગ છે. સરકાર દેશમાં જનગણના અને સીમાંકનના નામે દાવ રમી રહી છે. ભાજપ સરકાર કાર્યપાલિકાનો ઉપયોગ કરીનેબંધારણની તે શક્તિઓ છિનવી રહી છે, જે સંસદ અને સંસ્થાઓ પાસે હોવી જોઈએ. તેમણે અગાઉ આસામ અને જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન કરીને અમને દગો આપ્યો છે. તેથી વિપક્ષ બિલના વર્તમાન નિયમોના વિરુદ્ધમાં સંસદમાં વિરોધ કરશે.’

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ 2 - image

‘અમે મહિલા અનામત બિલના સમર્થનમાં, પરંતુ સીમાંકનની વિરુદ્ધ’

બીજીતરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘દેશમાં મહિલા અનામત તાત્કાલીક લાગુ કરવું જોઈએ અને અમે તેના સમર્થનમાં છીએ, પરંતુ અમે બિલ સાથે જોડવામાં આવેલી સીમાંકન પ્રક્રિયાના તદ્દન વિરોધમાં છીએ.’ તેમનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર મહિલા અનામત બિલ લાવવા માંગે છે, પરંતુ તેમના અધિકારો લાંબા સમય સુધી ટાળવા માગે છે, તેથી જ તેઓ અનામત બિલને સીમાંકન અને વસ્તી ગણતરીની શરતોમાં ગૂંચવીને મોટો દાવ રમી રહી છે. વિપક્ષ મહિલાઓને અધિકાર આપવા માંગે છે, પરંતુ બિલ પાછળ સરકારની નીતિના કારણે તેના વિરોધમાં છે.

નારી શક્તિ વંદન અધિનિયમનો વિરોધ કેમ ચાલી રહ્યો છે?

લોકસભા અને રાજ્યોની વિધાનસભાની 33 ટકા બેઠકો માત્ર મહિલાઓ માટે અનામત રાખવા માટે નારી શક્તિ વંદન અધિનિયમ લાવવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે, તેઓ દેશના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવાના હેતુસર આ બિલ લાવી છે. જોકે બીજીતરફ સરકારે બિલ લાગુ કરવા બે મોટી શરતો જોડી દીધી છે, જેમાં (1) દેશમાં નવી વસ્તી ગણતરી કરવામાં આવશે અને (2) તે ગણતરીના આધારે બેઠકોનું નવું સીમાંકન કરવામાં આવશે. વિપક્ષનું કહેવું છે કે, આવી ગૂંચવાયેલી શરતોના કારણે બિલ અનેક વર્ષો સુધી લાગુ થશે નહીં અને મહિલાઓ લાંબા સમય સુધી તેમના અધિકારીઓથી વંચિત રહેશે.





Source link

Related Articles

Back to top button