ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit from behind and caused an accident

![]()
વડોદરા,કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે ટ્રાફિક સિગ્લન પર ઊભેલી કારને પાછળથી અથાડનાર પીકઅપ વાનના નશેબાજ ડ્રાઇવર સામે હરણી પોલીસે બે ગુના દાખલ કર્યા છે.
વડોદરા મથુરાનગરી નજીક અમી રેસિડેન્સીમાં રહેતા અને કન્સટ્રક્શનનું કામ કરતા નવીન ગોરાના ગઇકાલે તેમના પિતા સાથે હરણી વિસ્તારના એક પાર્ટી પ્લોટમાં ગયા હતા. ત્યાંથી તેઓ ઘરે પરત આવતા હતા. રાત્રે ૧૦ વાગ્યે એલ એન્ડ ટી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ તેઓ ઊભા રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવતા એક પીકઅપવાનના ચાલકે ઊભેલી કારને અથાડી અકસ્માત કર્યો હતો. કારચાલકે નીચે ઉતરીને પીકઅપ વાનના ચાલકને કહેવા જતા તેણે ઝપાઝપી કરી હતી. જેથી, પોલીસને કોલ કરીને બોલાવી આરોપીને સોંપી દીધો હતો. પીકઅપ વાનનો ચાલક ઉદયભાનસિંગ બલવિરસિંગ સિંગ (હાલ રહે. ગોરવા બી.આઇ.ડી.સી. મૂળ રહે. રાજસ્થાન) સામે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે. વધુમાં ઉદયભાનસિંગ દારૃના નશામાં હોઇ તેની સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



