मनोरंजन

કોકટેલ ટુની રીલિઝ ડેટ જાહેર નહિ થતાં અનેક અટકળો | Cocktail Two’s release date not announced sparks much speculation



– શૂટિંગ આગળ વધ્યું  પણ કોઈ  ડેડલાઈન નહિ

– હાલની ગતિએ ફિલ્મ આગામી ઓગસ્ટ પછી જ રીલિઝ થવાની શક્યતા

મુંબઇ : શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનોનની ફિલ્મ ‘કોકટેલ ટ’ુનાં શૂટિંગના અપડેટ્સ ફિલ્મના કલાકારો તથા અન્ય ક્રૂ મેમ્બર્સ દ્વારા અપાઈ રહ્યાં છે. પરંતુ હજુ સુધી  તેની કોઈ રીલિઝ ડેટ જાહેર નહિ થતાં ચાહકો અનેક અટકળો લગાવી રહ્યા છે. 

૨૦૨૬નું રીલિઝ કેલેન્ડર અત્યારથી  પેક થઈ ગયું છે. આ સંજોગોમાં ફિલ્મના નિર્માતાઓ પ્લાન નહિ કરે તો તેમને અનુકૂળ તારીખો મળવાની સંભાવના ઘટતી જશે તેવી ચર્ચા છે. 

ટ્રેડ વર્તુળોની ધારણા અનુસાર આ ફિલ્મ આગામી ઓગસ્ટ કે સપ્ટેમ્બર પછી રીલિઝ થઈ શકે છે. 

‘કોકટેલ ટુ’માં રશ્મિકા મંદાના, ક્રિતી સેનોન તથા શાહિદ કપૂર છે. 

૨૦૧૨માં રજૂ થયેલી ‘કોકટેલ’ ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા  પાદુકોણ અને ડાયના પેન્ટીનો પ્રણય ત્રિકોણ દર્શાવાયો હતો. જોકે, પાર્ટ ટુ અને પાર્ટ વનની કથા વચ્ચે કોઈ જોડાણ હશે કે કેમ તે જાણી શકાયં  નથી. 



Source link

Related Articles

Back to top button