गुजरात

બુધવારે રાજકોટ જિલ્લાના રામોદમાં કુરિવાજોને ફગાવી ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાશે

સ્મશાનમાં વરરાજાનો ઉતારો, ભૂત-પ્રેતનું સરઘસ, કાળી સાડી, ઉંધા ફેરા, કુરિવાજોને તિલાંજલિ અપાશે

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

રાજકોટ ગુજરાત

બૌદ્ધ સાથે વિજ્ઞાન જાથા વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ યોજાશે.

કન્યા-માતા કાળી સાડીમાં જાન પક્ષનું ઓવરણા સ્વાગત કરશે. મુર્હુત-ચોઘડીયાને દફનાવીને લગ્ન વિધિ યોજાશે.

સપ્તપદીને બદલે બંધારણના સોગંદ.

રાઠોડ પરિવારના સ્તુત્ય પગલાને જાથા બિરદાવશે.

રાજકોટ : કોટડા સાંગાણી તાલુકાના, રામોદ ગામમાં રામનવમી બુધવારે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરિવારને ઉતારો આપી, કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતહાસિક લગ્ન સમારોહ યોજાવાનો છે તેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપશે. બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો છે.

રામોદમાં જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવવાની છે. જયેશ વરરાજાનું સ્વાગત રામોદની કન્યા પાયલ કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ સાથે કરશે. સામૈયામાં અશુભને તિલાંજલિ આપી નવતર કાર્યક્રમ યોજાવાનો છે. વર-કન્યાની લગ્ન વિધિ બૌધ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાશે. મુર્હુત–ચોઘડીયાને ફગાવી ઊંઘા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરશે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે બુધવાર તા. ૧૭ મી એ જાથાની ટીમ રામોદ ગામમાં સવારે ૮ કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરશે. પ્રારંભમાં સવારે ૯ થી ૧૦ એક કલાક સુધી સદીઓ જુની માન્યતાને ખંડન કરી સામૈયું, સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવશે. સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવશે. કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકિકત મુકવામાં આવશે. કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જ જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકિકત નથી. દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે. મુર્હુત-ચોઘડીયા માનવીએ બનાવેલ છે, કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકિકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ છે. દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણે અધિકાર આપ્યો છે. તે મુજબ સમગ્ર આયોજન કરવાના છીએ.

આ લગ્ન સમારોહને સફળ બનાવવા ગોવિંદભાઈ દાનાભાઈ, પ્રવિણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, મનસુખભાઈ ગોવિંદભાઈ, સુરેશભાઈ ગોવિંદભાઈ, જેન્તીભાઈ રાઠોડ, અંકિત મનસુખભાઈ અને હિરેન સુરેશભાઈ સહિત ગામના જાગૃતો અને મિત્ર મંડળ, જાથાના સદસ્યો જોડાવાના છે.

Related Articles

Back to top button