गुजरात

અમદાવાદ હાઇકોર્ટ એડવોકેટ એસો.માં ઉમેદવારી કરતા આકાશ પંડ્યા

બે વાર કમિટીમાં વિજેતા બાદ બાદ ત્રીજી વાર ઝંપલાવ્યું

અમદાવાદ

રિપોર્ટર વિનોદભાઈ ગવાણીયા

આ વર્ષે જંગી લીડથી વિજેતા માટેના પ્રયાસો.

અમદાવાદ ગુજરાત બાર એસોસિએશનના નિયમો ૨૦૧૫ ના નિયમ – ૪૯ મુજબ રાજ્યમાં તમામ બાર એસોસિએશનો માટે ચૂંટણીની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. તે સંદર્ભે અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં કારોબારી કમિટીમાં આકાશ જયંતકુમાર પંડયાએ ઉમેદવારી કરી છે અગાઉ બે વખત કમિટીમાં મેમ્બર તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈ ગયા હતા ત્રીજી વખત ઉમેદવારી કરી મોટી લીડથી જીતના નિર્ધાર સાથે ઝંપલાવ્યું છે.

એડવોકેટ આકાશ પંડ્યા હાઇકોર્ટમાં છેલ્લા ૧૩ વર્ષેથી ક્રિમીનલ વકીલાત કરે છે.તેમની માતા હર્ષાબેન રાજકોટ બારમાં ૩૨ વર્ષથી સિવિલ પ્રેક્ટિસ કરે છે. પિતા જયંતભાઈ પંડ્યા અમદાવાદ હાઈકોર્ટમાં સદસ્યતા સાથે ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે ઉપરાંત વિજ્ઞાન જાથામાં રાજ્યમાં ૩૩ જિલ્લામાં વિજ્ઞાન લક્ષી કામગીરી કરે છે.

હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની કારોબારીમાં ઉમેદવારીપત્રક ભરીને વકીલ મિત્રોના સંપર્ક કરીને મોટી લીડ માટે પ્રયત્નો કરી રહ્યા છે. બે વખત વિજેતા ના કારણે કામગીરીનો બહોળો અનુભવ કામ આવશે. ન્યાયતંત્રની ગરિમા, સ્વતંત્રતા જાળવીને બાર પ્રશ્નો ઉકેલી શકાય તે માટે કાયમી પ્રયત્નશીલની ખાત્રી આપવામાં આવશે.

અમદાવાદ હાઈકોર્ટમાં સૌરાષ્ટ્રના વકીલો માં કામગીરી સૂઝના કારણે લોકપ્રિય સ્થાન જાળવી રાખ્યું છે તેથી વિજેતાનો નિર્ધાર સાથે પ્રચારમાં સાથી મિત્રો સાથે જોડાયા છે. વિજેતા ની શુભેચ્છાઓ સાથે આરંભ કર્યો છે.

આગામી ૧૬ મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.

Related Articles

Back to top button