गुजरात

ગઢડા (સ્વામી) ખાતે L & T કંપનીના કર્મચારીને માર મરાતા ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ

ગઢડા

સંજન મકવાણા

ગઢડા (સ્વામી) ખાતે L & T કંપનીના કર્મચારીને માર મરાતા ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદબોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઢસા રોડ વિસ્તાર પર એલ એન્ડ ટી કંપનીના કર્મચારીઓને માર મરાતા ગઢડા શહેરના કુલ ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાયેલ છે. જેમાં ગઢડા પોલીસ મથકમાં ફરિયાદી જયદેવસિંહ કરણલાલ સિંહ, એલ એન્ડ ટી કંપનીના આઈ. આર ઓફિસર દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં હું બોટાદ ખાતે આવેલ અમારી L&T કંપની આદેશ્વર ઘામ કૃષ્ણસાગર તળાવની સામે આવેલ ઓફીસે હાજર હતો તે દરમ્યાન મારા ફોનમાં અમારા L&T કંપની આ
સીટંન્ડ કન્સ્ટ્રકશન મેનેજર રાજેશકુમાર બીધ્યાધર નાયક નાઓનો ફોન આવેલ કે હું તથા L&T કંપનીના સાઈડ એન્જીનિય ૨ કેસરભાઈ રાણાભાઈ ખટાણા નાઓ પાઈપ લાઈનનું રોજકામ માટે આજરોજ સાંજના ચારેક વાગ્યાની આસપાસ ગઢડા ખાતે વિભાભાઈ લક્ષ્મણભાઈ ચાવડા નાઓની વાડીએ ગયેલ હતા તે દરમ્યાન અનિરૂધ્ધભાઈ વિભાભાઈ ચાવડા નાઓ તથા અન્ય ત્રણ અજાણ્યા માણસો હાજર હતા અને અમોને આ અનિરૂધ્ધભાઈ નાઓ કેહતા હતા કે તમે અમોને કેમ વળત ૨ ઓછું આપો છો અમારે વધારે નુકશાન થયેલ છે અને તમે તથા તમારા L&T કંપનીના માણસો કેમ અગાઉ અમારા ખે
તરમાં પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ખેતરમાં કામ કરવા આવેલ હતા આજે તો તમોને જીવતા જવા દેવા નથી તેમ કહી આ લોકો એકદમ ઉશ્કેરાઈ જઈ અમોને ગાળો આપવા લાગેલ જેથી અમોએ ગાળો આપવાની ના પાડતા આ અનિરૂધ્ધભાઈ વિભાભાઈ તથા બીજા અન્ય ત્રણ માણસો મને તથા અમારા સાથેના કેસરભાઈ ખટાણા નાઓને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ત્યારબાદ બુમાબુમ થઈ દેકારો થતા અન્ય માણસો ભેગા થઈ ગયેલા અને અમોને વધુ મારમાંથી બચાવેલ જેથી અમો ત્યાંથી ભાગી નીકળી ગયેલ હાલ અમો ગઢડા બોટાદ રોડ ઉપર ઉભા છીએ તેમ વાત કરતા હું તથા ડી.એન.વાઘેલા એ રીતેના તાત્કાલીક ગઢડા આવવા નીકળી ગયેલ અને ગઢડા બોટાદ રોડ ઉપર આવી અમારા સ્ટાફના માણસોને મળેલ અને અમારા સ્ટાફના L&T કંપનીના સાઈડ એન્જીનિયર કેસરભાઈ રાણાભાઈ ખટાણા નાઓનો શર્ટ ફાટી ગયેલ હતો અને બનાવ અંગે વાતચીત કરી આ બનાવ બાબતે અત્રે ગઢડા પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા આવેલ છીએ અને અમારા L&T કંપની આસીસ્ટંન્ડ કન્સ્ટ્રકશન મેનેજર રાજેશકુમાર બીધ્યાધર નાયક તથા કેસરભાઈ રાણાભાઈ ખટાણા નાઓને શરીરે મુંઢ ઈજા થયેલ હોય જેથી ફરીયાદ કરી સારવાર અર્થ જવું છે. આ બનાવનુ કારણ એવુ છે કે આ વિભાભાઈ લક્ષ્મણભાઈ ચાવડા નાઓના ખેતરમાં ગુજરાત વોટર ઈન્ફાસર લીમીટેડ બરવાળા નાવડા થી ચાવંડ બલ્ક પાઈપ લાઈન પ્રોજેક્ટ નર્મદા કેનાલ ૩૯-૪૦ પેકેજ અંતર્ગત અંન્ડર ગ્રાઈન્ડ પાણીની પાઈપ લાઈન કામ કરવા અગાઉ અમારા ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે કેમ આવેલ હતા તેમ બોલાચાલી કરી ભુડા બોલી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી અમારા કંપનીના માણસોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોય જેથી ઉપર જણાવેલ ચારેય ઇસમો તેમના વિરૂધ્ધ ધોરણ સર થવા ફરિયાદ નોંધાવેલ હતી.જે અંગે ગઢડા પોલીસે કાયદેસરનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરેલ હતી.

Related Articles

Back to top button