गुजरात

નાબાર્ડ ના સહયોગથી રાપર તાલુકાના આડેસર ખાતે સેતુ અભિયાન પ્રેરિત આડેસર વિસ્તાર ખેત ઉત્પાદન પ્રોડ્યુસર કંપની લિમિટેડ અને નાબાર્ડ આયોજિત આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 ના સુસંગત ખેડૂત વર્કશોપ યોજાયેલ.

રાપર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે વિવિધ સ્તરે ઉજવણી થઈ રહેલ છે ત્યારે વધુમાં વધુ ખેડૂતો ધાન્યવર્ગ પાકોનું વાવેતર કરે અને પ્રાકૃતિક ખેતી કરી ઝેર મુકત અનાજ ઉત્પન્ન કરે અને પોતાની જમીન,પાણી, પર્યાવરણ સાચવી ટકાઉ ખેતી વ્યવસ્થા ઉભી કરે તે હેતુ થી વર્ક શોપ નું આયોજન થયેલ.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રોડ્યુસર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દેવશી પરમાર દ્વારા આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી મંચસ્થ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અને આવેલ મહેમાનોનું સાલ અને ગુલાબના ફુલો દ્વારા ખેડૂતોના વરદ હસ્તે સ્વાગત કરવામાં આવ્યું.

નાબાર્ડ કચ્છના ડીસ્ટ્રીક ડેવલોપમેન્ટ મેનેજર નીરજકુમાર સિંઘ દ્વારા કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપી જેમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ની વિસ્તૃત માહિતી અને નાબાર્ડ દ્રારા ખેડુતો લક્ષી થતા કામો બાબતે વિગતે સમજ આપવામાં આવી ખેડૂતો વધારેમાં વધારે નેચરલ ફાર્મિંગ કરે ગ્રેડિંગ પેકિંગ અને પાકનું મૂલ્ય વર્ધન કરી ખેડૂતો પોતે પકવેલ અનાજના પૂરતા ભાવો મેળવી આવક વધારે કે જે આપણા પ્રધાનમંત્રી નું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક ડબલ થાય તેના માટે સતત પ્રયત્નો કરવા વિસ્તૃત સમજ આપી

ભચાઉ ખેતીવાડી વિભાગમાંથી પધારેલ કુસુમલતા બેન દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને પ્રાકૃતિક ખેતી માટેની વિવિધ બાયો ઇન્પુટ્સ જેમકે જીવામૃત બીજા અમૃત, વનસ્પતિ ઔષધીય બનાવટોની વિગતે સમજ આપી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાજરીના હેડ ર્ડો. મનીષ કવાટ સાહેબ દ્વારા ખેડૂતોને ધાન્ય પાકોના વધારેમાં વધારે વાવેતર કરી પૌષ્ટિક અનાજ ઉત્પાદન કરે અને સમાજમાં ઝેર મુક્ત અનાજ ઉત્પન્ન કરે તેમના પકવેલ અનાજના વધારેમાં વધારે ભાવો મેળવે એ બાબતે વિગતે સમજ આપી. રાપર ખેતીવાડી ના ગ્રામ સેવક કેશરભાઈ દેસાઈ દ્વારા ખેતી ને લગતી યોજનાકિય માહિતી આપવામાં આવી.આ પ્રસંગે આડેસર, ટગા, પંડયાગઢ, માનગઢ, નાગતર અને લખાગઢ ગામના બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા.

નાબાર્ડના ડી. ડી. એમ.
નીરજ કુમાર સિંઘ દ્રારા ખાત્રી આપવામાં આવી કે આડેસર વિસ્તારના ખેડુતો માટે ગ્રામ્ય હાટ શરૂ કરવા પ્રોત્સાહન આપવું તેમજ ગ્રેડિંગ, પેકીંગ અને માર્કેટીંગ માટે વિવિધ વિભાગો સાથે કાર્યક્રમો કરવા સંકલન કરાવશે.પ્રોડ્યૂસર કંપની ના એક્સપર્ટ ડિરેક્ટર અને હાલે નેશનલ પોલીશન ફોર નેચરલ ફાર્મિગ સાથે જોડાયેલ આદિત્ય મીન દ્રારા ખેડુતો ને મિલેટ વર્ષ પૂરતું નહીં પણ આવતી ભાવિ પેઢી સુધી લઈ જવા પર ભાર મૂકી આવેલ મહેમાનો તેમજ ખેડુતો નો આભાર માન્યો.. આ કાર્યક્ર્મને સફળ બનાવવા મહેશ મારાજ અને જગમાલ રબારી એ જહેમત ઉઠાવી અને સંચાલન દેવસી પરમાર દ્રારા કરવામાં આવ્યું.

Related Articles

Back to top button