ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માંથી પસાર થતી સ્વરછ હીરણ નદી ના દુષીત પાણી મામલે ગુજરાત હાઇકોર્ટે માં PIL દાખલ
નદીના પાણીનો ઉપયોગ “એશિયાટિક સિંહ” પણ પીવામાં કરે છે
અનીલ મકવાણા
ગાંધીનગર
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માંથી પસાર થયેલ સ્વરછ હીરણ નંદી માં તાલાલા નંગરપાલીકા દ્વારા સક્ષમઅધિકારી ની મંજુરી લીધા વગર છેલ્લા ત્રણ વર્ષથી કેમીકલ યુક્ત ગટર નું ગંદુ પાણી નાખવામાં આવેલ. જે પાણી ને કારણે હીરણ નંદી પ્રદુષિત થયેલ અને નંદી માં વસવાટ કરતા પ્રાણી અને વન્ય પ્રાણી પશુ જેવાં અનેક પંખી અને હજારો પરીવાર લોકો ના આરોગ્ય સાથે ચેડાં થયેલ હિરણ નદી એ પશ્ચિમ ભારતમાં ગુજરાતની એક નદી છે, જેનો સ્ત્રોત ગીરના જંગલમાં સાસા ટેકરીઓ પાસે છે. તેના ડ્રેનેજ બેસિનની મહત્તમ લંબાઈ 40 કિમી (25 માઈલ) છે. બેસિનનો કુલ કેચમેન્ટ વિસ્તાર 518 કિમી (322 માઇલ) છે. તેની મુખ્ય ઉપનદીઓ સરસ્વતી નદી અને અંબાખોઈ પ્રવાહ છે, હિરણ એ એક મુખ્ય નદી પ્રણાલી છે આ બાબત ભૂતકાળમાં zee24 કલાક ન્યૂઝ ચેનલ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં નથી .પ્રદૂષિત પાણીને કારણે પર્યાવરણ ને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ તે બાબત ની પર્યાવરણ બચાવ સુરક્ષા સમિતિ ના તાલુકા પ્રમુખ અને આર ટી આઇ એકટવિસટ ઇરફાન ભાંગાણી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના થી ગાંધીનગર સુધી અનેક લેખિત રજૂઆત થી ગાંધીનગર GPCB બોર્ડ ના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ અને તાલાલા નંગરપાલીકા ને નોટિસ પાઠવવામાં આવેલ છતા પણ આજદિન સુધીમાં કોઇ કાયોવાહી નંહી થતા અને GPCB બોર્ડ ગાંધીનગર દ્વારા નોટિસ આપી સંતોષ માની લેતા વન્ય પ્રાણી પશુ પંખી અને હજારો પરીવાર ના લોકો સાથે નાં આરોગ્ય સાથે ચેડાં થયેલ તે બાબત ની જવાબદાર સામે કાયોવાહી કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના જાણીતા શ્રી એડવોકેટ પ્રશાંત ચાવડા સાહેબ દ્વારા PIL દાખલ કરવામાં આવેલ અને હવે સુનાવણી હાથ પર લેવામાં આવશે.